ઉદ્યોગ પ્રદર્શનમાં ૫૦ હજર લોકો મુલાકાત લેશે
અંકલેશ્વર, તા.૧
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ૮મો એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પો-૨૦૧૯ તા.૩,૪ અને ૫ જાન્યુઆરી ૨૦૧૯ સુધી એમ ત્રણ દિવસ માટે ડી.એ. આનંદપુરા સાંસ્કૃતિક અને રમત-ગમત સંકુલ, જીઆઈડીસી, અંકલેશ્વર ખાતે યોજાશે.૧,૨૦,૦૦૦ સ્કવેર ફુટ લેન્ડસ્કેપ એરિયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનની અંદર નાના મોટા થઇને ૩૦૦ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે. આ એક્ઝીબિશન સવારે ૧૦.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
આ એક્ઝીબિશનનું ઉદ્ઘાટન ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના માનનીય સહકાર, રમત ગમત અને સાંસ્કૃતિક બાબતો તથા વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થશે.
આ એક્ઝિબિશનમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડ્સ, અોઇલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જિનિયરિંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કન્ટ્રોલ ઇકવીપમેન્ટ્સ, પોલ્યુશન કન્ટ્રોલ ઇક્વીપમેન્ટસ, ઇલેક્ટ્રીકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, અોટોમેશન એન્ડ ઇનસ્ટ્રુમેશન, પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વી. ઉદ્યોગોએ ભાગ લીધેલ છે. આ એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાત ૫૦૦૦૦ થી વધુ મુલાકાતીઅો લેશે તેવી અપેક્ષા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




