વડાલી,તા.૨૫
રાજ્યમાં ફરી એક વાર બે કોમ વચ્ચે મારામારી અને હત્યા જેવી ઘટનાઓનો સિલસિલો શરૂ થયો છે. કચ્છ અને મહુવા બાદ સાબરકાંઠાના વડાલીમાં પણ બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આઠ માસ અગાઉ મહિલાને ફોન કરવા અંગે થયેલા ઝઘડાની અદાવતમાં બે કોમના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો, જેમાં બે પોલીસકર્મીઓ સહિત પ જણાને
ઇજા પહોંચી હતી. ટોળાએ છાપરા, દુકાનો તેમજ એક લારીમાં તોડફોડ કરી હતી. જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી. પોલીસે બંને જૂથની સામસામે કુલ ૩ ફરિયાદો નોંધી ૧પ આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ ગત માર્ચ મહિનામાં વડાલીના બજરંગપુરામાં મસ્જિ નજીક રહેતા ફરદીન ઉર્ફે (ગેંડો) ઈકબાલભાઈ મનસૂરીએ નગરપાલિકા સામે રહેતા વિપુલ ચોલ્લીયા (સગર)ની પત્નીને ફોન કર્યો હોવાની બાબતે બોલાચાલી થયા બાદ જે તે સમયે જ સમાધાન થઇ ગયું હતું.
પરંતુ મંગળવારે મોડી રાતે વડાલી-ઇડર માર્ગ પર વિનાયક હોટલ આગળ વિપુલ ઊભો હતો ત્યારે ફરદીનને કોઈએ ફોન કરી હોટલે બોલાવતાં તે ફોન વિપુલે કર્યો હોવાનું સમજી ટોળાને લઇ હોટલે પહોંચ્યો હતો. ટોળાએ વિપુલ અને તેના મિત્રોને માર માર્યો હતો.
ટોળાએ ધરોઈ ત્રણ રસ્તા નજીક શાકભાજીની દુકાનોના આગળના છાપરામાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં સગર સમાજના લોકોમાં પણ માર્ગ પર ઊતરી આવતાં સામસામે પથ્થરમારો તેમજ દુકાનો આગળ અને લારીઓમાં તોડફોડ શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ ટોળાને વિખેરવા જતાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો, જેમાં કોન્સ્ટેબલ પીયૂષકુમારને આંખ અને ખભાના ભાગે તેમજ કીર્તિકુમારને પગે અને કમરના ભાગે ઇજા પહોંચી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



