સરપંચોને પૈસા આપી અમેઠીમાં જીત મેળવવા ભાજપ ધમપછાડા કરે છેઃ પ્રિયંકા ગાંધી
અમેઠી,તા.૪
ઉત્તર પ્રદેશના અમેઠીમાં જનસભા સંબોધતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા ખેડૂતનો મુદો ઉઠાવ્યો. પ્રિયંકા ગાંધી જણાવ્યું કે, દેશને શહેનશાહ નહીં પણ લોકશાહી જાઈએ છે. મોદી સરકારે ખેડૂતો અને યુવાઓ સાથે અન્યાય કર્યો છે.
ખેડૂતોને મોદી સરકારે અનેક વાયદા કર્યા પરંતુ આ વાયદાને મોદી સરકારે પુરા કર્યા નથી. મોદી સરકારે ખેડૂતનો પાકના યોગ્ય ભાવ અને પાક વિમાનો વાયદો કર્યો હતો. જેમાંથી એક પણ યોજનાનો લાભા ખેડૂતોને મળ્યો નથી. પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, સ્મૃતિ ઈરાની અમેઠીમાં આવવાનું નાટક કરી રહ્યા છે. અમેઠીની જનતાને પૈસા આપવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, અમેઠીમાં ભાજપ પાણીની જેમ પૈસા વેરીને લોકસભાની ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહ્યું છે.
પ્રિયંકાએ ચૂંટણી પ્રચાર દરમિયાન આક્ષેપ કર્યો હતો કે, પૈસા વહેંચાઈ રહ્યા છે, હું ગામડાઓના સરપંચને કવરમાં ચૂંટણી ઢઢેરો મોકલુ છે અને ભાજપના નેતાઓ સરપંચોને કવરમાં ૨૦૦૦૦ રુપિયા મોકલી રહ્યા છે. એ પણ હસવાની વાત છે કે, ભાજપ વિચારે છે કે અમેઠી મત વિસ્તારના સરપંચો આટલા રુપિયામાં ખરીદાઈ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




