અમેઠી, તા. ૨૪
વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કોઇપણરીતે લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા બાદ પ્રથમ વખત રાહુલ ગાંધી પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીમાં પહોંચ્યા હતા જ્યાં આ આ ગાળા દરમિયાન રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલે ભગવાન શિવમાં અમેઠીમાં પૂજા અર્ચના કરી હતી. આ ગાળા દરમિયાન કાવડિયાઓને મળ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું. આયોજન સ્થળ ઉપર કાવડિયા પણ રાહુલ ગાંધીને મળવા માટે ઉત્સુક દેખાયા હતા. રાહુલ ગાંધી પૂજામાં વ્યસ્ત નજરે પડ્યા હતા. પૂજાવિધિ પૂરી થયા બાદ કાવડિયા સંઘ તરફથી ભગવાન શિવના સ્મૃતિચિન્હ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને આપવામાં આવ્યા હતા. થોડાક દિવસ પહેલા અલ્હાબાદમાં કોંગ્રેસ નેતાઓએ મિડિયા પર પોસ્ટર જારી કર્યું હતું જેમાં રાહુલને શિવભક્ત તરીકે દર્શાવાયા હતા.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




