પોલીસ કેસ કરશે તો હત્યા કરી દેવાની ધમકી
સુરત, તા. ૨૪
કાપોદ્રામાં પોલીસનો બાતમીદાર હોવાનો વહેમ રાખી ત્રણ જણાંએ વાયરમેન ઉપર તલવારથી હુમલો કરી પોલીસ કેસ કરશે તો મર્ડર કરી દેવાની ધમકી આપ્યાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકે નોંધાયો હતો.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હિરાબાગ નવી શક્તિનગર સોસાયટીમાં રહેતા વાયરમેન પ્રભાશંકર રામછૈવર મિશ્રાએ આરોપી કમલેશ ઉર્ફે કમલા, અનિલ ખટીક, સતલા રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઅો ફરિયાદી પાસે આવીને જણાવ્યું હતું કે, પોલીસનો બાતમીદાર છે, તેમ કહી તલવારથી હુમલો કર્યો હતો. આમલેટ લારીવાળા બાબુ ઉર્ફે જિતેન્દ્ર સમજાવવાનો પ્રયાસ કરતા ગેસના ચુલા પાઈપથી માર માર્યો હતો. ત્રણેય આરોપીએ ધમકી આપી હતી કે પોલીસ કેસ કરશે તો મોર્ડર કરી નાખીશ. કાપોદ્રા પોલીસે ફરિયાદોના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




