યુવાનો રાષ્ટ્ર ધર્મ અને ભારતમાં સર્જાયેલી નવી તકો વિષયે યોજાયેલુ વ્યાખ્યાન

0
8

અમરોલી કોલેજમાં ગ્લોબલ ઈન્ડિયન્સ ફોર ભારતીય વિકાસ સંસ્થા દ્વારા કાર્યક્રમ
સુરત, તા.૧૯
જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં ગ્લોબલ ઈન્ડિયન્સ ફોર ભારતીય વિકાસ સંસ્થા દ્વારા શુક્રવાર તા.૧૮-૧-૨૦૧૯ના રોજ યુવાનો રાષ્ટ્રધર્મ અને ભારતમાં સર્જાયેલી નવી તકો ઉપર વ્યાખ્યાનમાં કોલેજના કુલ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઅોએ સક્રિય પણે ભાગ લીધો હતો. જે પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી ડૉ. માયાબેન કોડનાની, અચ્યુતભાઈ બેરોનેટ ઉપાધ્યક્ષ, ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, પ્રા.ડૉ. રૂદ્રેશભાઈ વ્યાસ, મનીષભાઈ ત્રિવેદી, અમિનેશભાઈ માળી, કોર્પોરેટર ઉર્વશીબેન માળી વગેરે હાજર રહ્ના હતા.
ડૉ. માયાબેન દેશ વિશે દેશમાંથી જે કૌશલ્ય યુક્ત યુવાધનનું પરદેશ ગમનની સમસ્યા વિશે તથા જાતિ નહીં રાષ્ટ્રના નારાથી પોતાનું વક્તવ્ય રજૂ કર્યુ હતું. વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણ તથા વાર્તા દ્વારા દેશપ્રેમ માટે પ્રેરિત કર્યા તેમનામાં રહેલી દેશપ્રેમની ભાવના જાગૃત કરી હતી.
પૂર્ણેશભાઈ મોદીએ દેશ, સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવી તથા વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓમાં દેશદાઝની ભાવના જગાડી હતી. કાર્યક્રમમાં કોલેજના એન.એસ.એસ. તેમજ એન.સી.સી.ના વિદ્યાર્થીઅોએ વિવિધિ પ્રવૃત્તિઅો કરી હતી.
જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખ ભરતભાઈ શાહ, ઉપપ્રમુખ અને ટ્રસ્ટી ભાનુભાઈ શાહ, ટ્રસ્ટી કાંતિભાઈ માલવડાવાલા, મંત્રી અશ્વિનભાઈ પટેલ, કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ સોલંકી, જીવન જ્યોત ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઅો, અમરોલી વિસ્તારના ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. કોલેજના આચાર્ય ડૉ. કે.એન. ચાવડા તેમજ અમરોલી કોલેજના સ્ટાફ સભ્યો, શૈક્ષણિક અને વહીવટી પરિવાર હાજર રહ્ના હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ઝંખના પરમાર અને ડૉ. કૃતિ પટેલ અને પ્રા.ચિરાગ સિધ્ધપુરીયાએ કર્યુ હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY