ભરૃચમાં ચપ્પુની અણીયે બે સગીરા પર દુષ્કર્મનો પ્રયત્ન કરનાર પોલીસ હિરાસતમાં

0
299

ભરુચ શહેરની ચકચારી હત્યા કેસના આરોપીએ યુવતી અને તેની સગીર બહેનને ચપ્પુની અણીએ કપડા ઉતારવા ધમકાવી હતી અને જો હું કહું એમ નહી કરે તો બંને બહેનો સાથે તેઓની માતાને પણ મારી નાખવાની ધમકી આપેલ ચાર મહિના પહેલા જે અંગે ભરૃચ એ-ડીવીઝન પોલીસ મથકે યુવતિએ આરોપી વિરૃદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ ભરૃચના એક બિઝનેશમેનની સોપારી આપી કરાયેલી હત્યામાં જેલવાસ દરમિયાન આરોપી સાથે માતાને પ્રમસંબંધ બંધાયો હતો. જેલમાંથી હત્યાના કેસમાં માતા નિર્‌દોષ છુટ્‌યા બાદ તેના જેલવાસના પ્રેમી મૂળ ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ ખાતે રહેતા અને હાલ ભરૃચની માંગલ્ય રેસિડન્સીમાં રહેતા રાહુલ નાનક ખંડેલાવ સાથે રહેવા જતી રહી હતી. જ્યારે તેની બંન્ને દીકરીઓ પોતાના નાના-નાની સાથે રહેતી હતી. ભરૃચ એ-ડીવિઝનમાં થયેલ ફરીયાદ મુજબ ગત તારીખ ૧ ઓક્ટોબરના રોજ બંને બહેનો માંગલ્ય રેસિડન્સીમાં માતને મળવા ગયેલ જ્યાં દરવાજો બંધ કરી દીધો હતો. તેના હાથમાં રહેલ ચપ્પુ બતાવી યુવતી અને તેની સગીર બહેનને કપડા કાઢવા કહયું હતું. રાહુલે હું તમે બન્ને બહેનો અને તમારી માતાને પતાવી દઇશ તેમ કહેતા બન્ને બહેનો ગભરાઇ ગઇ હતી. દરમિયાન રાહુલે પોતાની ટીશર્‌ટ કાઢવા જતા જ તેને ધક્કો મારી બન્ને બહેનો બહાર નીકળી જઇ અને તેમના નાના-નાનીનાં ઘરે જતી રહી હતી. ઘટનાના બે દિવસ સુધી કોઇને પણ જાણ ન કરી ત્યારબાદ આ અંગે મામા મામી અને નાના નાનીને જાન કરતા અરજી તૈયાર કરાવી ચાર મહિના બાદ ફરિયાદ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY