આંધ્રપ્રદેશમાં પીએમએ પેટ્રોલિયમ-ગેસ સાથે જાડાયેલી ૬૮૨૫ કરોડ રૂપિયાની બે યોજનાઓનો શિલાયન્સા કર્યો
દક્ષિણના ‘આૅક્સફોર્ડ’ અમરાવતીને મળશે હેરિટેજ સિટીનો દરજ્જો,ડિક્શનરીમાં જેટલી પણ ગાળો છે તે તેમણે મોદી માટે રિઝર્વ કરી દીધી,જેને એનટીઆર દુષ્ટ કહેતા નાયડુએ તેમની સાથે મિત્રતા કરી લીધી
અમરાવતી,તા.૧૦
પીએમ મોદીએ કૃષ્ણાપટ્ટનમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ)ના નવા કોસ્ટલ ટર્મિનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે અમરાવતીને આંધ્રનું આૅક્સફર્ડ કહેવાય છે. અહીં યુવાનો પોતાના સપનાને પૂરા કરવા આવે છે. પહેલી વખત મત આપનાર યુવાનોને શુભકામનઓ આપું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ગંટુરમાં રેલી દરમ્યાન સીએમ ચંદ્રબાબુ નાયડુ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે તેમણે આંધ્રના ગરીબો માટે નવી યોજનાઓ ચલાવાનું વચન આપ્યું હતું પરંતુ મોદીની યોજનાઓ પર જ પોતાના સ્ટીકર લગાવી દીધા છે. આ દરમ્યાન તેમણે એનટી રામારાવનું નામ લઇ ચંદ્રાબાબુ નાયડુ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે નાયડુએ પોતાના સસરા (એનટી રામારાવ)ની પીઠ પાછળ ખંજર ભોંકયું છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ચંદ્રબાબૂને એન.લોકેશના પિતા કહી વારંવાર સંબોધિત કર્યા.
પીએમ મોદીએ કહ્યું કે હું તો હેરાન છું કે આખરે સીએમને શું થઇ ગયું છે કે તેઓ વારંવાર મને યાદ અપાવે છે કે તેઓ મારાથી ખૂબ સીનિયર છે. હું કહું છું કે તમે સીનિયર છો એટલે તો તમારા સમ્માનમાં કોઇ કમી છોડી નથી. તમે સીનિયર છો પક્ષ બદલવામાં, તમે સીનિયર છો નવા-નવા પક્ષના ગઠબંધન કરવામાં. તમે સીનિયર છો પોતાના સસરાની પીઠ પર ખંજર ભોંકવામાં. તમે સીનિયર છો એક ચૂંટણી બાદ બીજી ચૂંટણી હારવામાં, હું તો તેમાં સીનિયર છું નહીં.
પીએમ મોદીએ કહ્યું કે તમે સીનિયર છો આજે જેને ગાળો આપે કાલે તેના ખોળામાં બેસવામાં. તમે સીનિયરમાં આંધ્રના સપનાને ચૂર-ચૂર કરવામાં. એમટીઆરના વારસાદના સંભાળનારે તેના સપનાને સજાવાનું વચન આપ્યું હતું. મોદીએ આકરા પ્રહારો કરતાં કહ્યું કે જે લોકો એ દેશને ધુમાડામાં જીવવા માટે છોડી દીધો હતો તેઓ હવે દેશમાં જુઠ્ઠાણુનો ધુમાડો ફેલાવામાં લાગી ગયા છે. મહામિલાવટ કરી રહ્યા છે. સંગતની અસર એવી છે કે સીએમ પણ આંધ્રના વિકાસમાં વિઝનને ભૂલીને મોદીને ગોળા આપવાની કોમ્પિટિશનમાં કૂદી ગયા છે.
પીએમ મોદીએ વિરોધી પોસ્ટર પર કટાક્ષ કરતાં કહ્યું કે જ્યારે અમે સ્કૂલમાં ભણતા હતા તો ટીચર કહેતા હતા- ગો બેક પાછા સીટ પર જઇને બેસી જાઓ. હું ખુશ છું કે ટીડીપી એ મને કહ્યું કે ગો બેક પાછા જઇ દિલ્હીમાં બેસો. આજે મહામિલાવટની કલબમાં અહીંના સીએમ સામેલ થયા છે તેમનો સ્વાર્થ માત્ર પોતાના રાજકારણના દીવાને સળગતો રાખવા છે. તમારા ચોકીદારે તેમની ઊંઘ હરામ કરી દીધી છે. પાઇ-પાઇનો હિસાબ આપવો પડ્યો તો અહીંના સીએમને તકલીફ પડી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે ડિક્શનરીમાં જેટલી પણ ગાળો છે તે તેમણે મોદી માટે રિઝર્વ કરી દીધી છે. દરરોજ નવી ગાળો આપે છે. શું તેમના આંધ્રના સંસ્કારોને આ રીતે બદનામ કરવાનો અધિકાર છે. આ (ચંદ્રાબાબુ નાયડુ) ગઇકાલે ફોટો ખેંચાવા માટે દિલ્હી જવાના છે, મોટો હુજૂમ લઇને જવાના છે, પાર્ટીનું રણશિંગૂ વગાડવા. પરંતુ ભાજપ જેવા પોતાના કાર્યકર્તાઓના પૈસામાંથી કાર્યક્રમ કરી રહ્યા છે, તેઓ આંધ્રની પ્રજાની તિજારીમાંથી પૈસા કાઢીને લઇ જઇ રહ્યાં છે.
તેમણે કહ્યું કે શું મજબૂરી છે કે નામદારોની સામે સર ઝુકાવી બેસી ગયા છે. નામદારોએ હંમેશા રાજ્યોના નેતાઓનું અપમાન કર્યું છે. એમટીઆર એ આંધ્રને કોંગ્રેસ મુકત કરવાનું વચન આપ્યું હતું. એ સમયે આંધ્રપ્રદેશનું અપમાન કરનાર પક્ષે એનટીઆરને દુષ્ટ કહ્યા હતા અને આજે નાયડુ તેમની સાથે મિત્રતા કરીને બેઠા છે. હું ચંદ્રાબાબુ નાયડુને યાદ અપાવા માંગું છું કે અમારો ઉદ્દેશ્ય પોતાના માટે નાણાં પેદા કરવાનો નથી, પરંતુ દેશના ધન અને સંસાધનોનો કુશળ ઉપયોગ કરવાનો છે. છેલ્લાં ૫૫ મહિનામાં અમારી સરકારે આંધ્રના વિકાસ માટે પૂરતી રકમ આપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




