સિંહણે ૪ બચ્ચાને જન્મ આપતા સિંહપ્રેમીઓમાં ખુશીની લહેર

0
29

અમરેલી,તા.૫
છેલ્લા ૨ દાયકા કરતાં વધુ સમયથી સાવજાએ લીલીયા પંથકને પોતાનું રહેઠાણ બનાવ્યું છે. ત્યારે અંટાળીયા પંથકમાં એક સિંહણે ૪ સિંહબાળને જન્મ આપ્યાનું બહાર આવતાં સિંહપ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. આ સિંહણ પોતાના ચાર બચ્ચા સાથે રસ્તા પર લટાર મારતા નજરે પડી હતી.
બૃહદગીરમાં આવતા લીલીયા પંથકમાં શેત્રુજી અને ગાગડીયો નદીના કાંઠે સાવજ પરિવારો વિકાસ પામી રહ્યો છે. આ વિસ્તારના અંટાળીયા તથા આસપાસના ગામોની સીમમાં પણ સાવજનો વસવાટ ળી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં તાજેતરમાં એક સિંહણે ૪ બચ્ચાને જન્મ આપ્યો છે. જેને પગલે આ વિસ્તારમાં સાવજની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે સિંહપ્રેમીઓની માંગ છે કે વનતંત્ર દ્વારા આ સિંહબાળોની સારસંભાળ માટે વિશેષ તકેદારી લેવામાં આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY