પાકે એક જ દિવસમાં ત્રણ વાર સીઝફાયર ભંગ કર્યો,એક જવાન ઘાયલ
શ્રીનગર,તા.૬
જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર આવેલી ચોકીઓ અને ગામડાંઓમાં પાકિસ્તાની સૈનિકોએ ગઇ કાલે ત્રણ જગ્યાએ મોર્ટાર હુમલો કર્યો હતો અને નાનાં નાનાં હથિયારથી ગોળીબાર પણ કર્યો. જેમાં એક જવાન ઘાયલ થયો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરના ઉલ્લંઘનની જવાબી કાર્યવાહીમાં મેંઢર સેકટર પાસે બલનોઇ સ્થિત પાકિસ્તાની પોસ્ટને ઉડાવી દીધી છે. ભારતની આ જવાબી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયાના સમાચાર છે.
બીજી તરફ રાજારી જિલ્લાના સુંદરબન સેકટરમાં પણ પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું. સરહદ પર સતત ગોળીબાર ચાલી રહ્યો છે. ભારતીય સેનાએ પણ તેનો જબરદસ્ત જવાબ આપ્યો છે. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે. પાકિસ્તાન તરફથી સિઝ ફાયરનું સતત ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. આ વખતે પાકિસ્તાન પુંચના બાલાકોટ સેકટરમાં ભારે માત્રામાં મોર્ટાર હુમલો કરીને હેવી ફાયરિંગ કરી રહ્યું છે.
પાકિસ્તાન નૌશેરા, મેંઢર, પુંચ અને એલઓસી સાથે જાડાયેલા વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે. મોડી રાત્રે ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને જબરદસ્ત જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે દક્ષિણ-કાશ્મીરના ફુલગામ જિલ્લાના હવુરહા વિસ્તારમાં સૈન્યદળોને આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી છે. સુરક્ષાદળો સમગ્ર વિસ્તારમાં સક્રિયતાથી આતંકીઓની શોધખોળ કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




