ભરૂચ,તા.૨૬
ભરૂચમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધવા માતાએ જ પોતાની દીકરીને પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે ધમકાવતી હતી. પરંતુ આ ઘટનાની જાણ છોકરીનાં ફોઇને થતાં તેણે આ અંગેની પોલીસ ફરિયાદ કરી હતી. જા બાદ પોલીસે છોકરીની માતા અને પ્રેમી અલ્તાફ હૂસેન અબ્દુલ રહીમ દિવાનને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ભરૂચનામાં રહેતી વિધવાનાં રીક્ષા ચલાક અલ્તાફ હૂસેન અબ્દુલ રહીમ દિવાન સાથે સંબંધો હતાં. વિધવાનાં બે સંતાનો તેમની પાસે જ રહેતા હતા. દરમિયાનમાં તેના પ્રેમી અલ્તાફની નજર વિધવાની ૧૨ વર્ષની બાળકી પર બગડી હતી અને તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ હિચકારી ઘટનાની જાણ દીકરીએ તેની માતાને કરી હતી. માતાએ તેના પ્રેમી સામે પગલા લેવા જોઇએ તેના બદલે તેની દીકરીને જ ધમકાવી હતી. માતા જ તેની દીકરીને વારંવાર ધમકાવીને તેના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરતી હતી. પ્રેમી અને માતા બંન્ને જણ દીકરીને ધમકાવતા કે જા તું આ વાતની જાણ કોઇને કરીશ તો તને મારી નાંખીશું. જેથી તે માસુમ પણ ચુપ રહેતી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




