મને ગે હોવા પર ગર્વ છે : એપ્પલના સીઈઓ ટિમ કૂક

0
4

વોશિંગ્ટન,તા.૨૬
એપ્પલના સીઈઓ ટિમ કૂકે સાર્વજનિક ગુરૂવારે પહેલી વખત સ્વીકાર કરતા કહ્યું કે, તેમને સમલૈંગિક(ગે) હોવા પર ગર્વ છે. સમલૈંગિકોના સમર્થનમાં છઙ્મીએ પોતાનો રંગ બદલ્યો છે. અમેરિકાના ૫૩ વર્ષીય વ્યવસાયિક કાર્યકારી બ્લૂમબર્ગ બિઝનેસવીક માટે તેમણે લખ્યું, મે ક્્યારે આ વાત છૂપાવી નથી, પરંતુ અત્યાર સુધી મે આ વાત સાર્વજનિક રીતે સ્વીકાર પણ નહોતી કરી. જેથી હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, મને સમલૈંગિક હોવા પર ગર્વ છે અને સમલૈંગિક હોવું મને ભગવાન તરફથી મળેલો મોટો ઉપહાર માનું છું.
કૂકના આ ખૂલાસાથી તેમની ઓળક એક એવા ઉંચા પદ પર રહેલા સીઈઓ તરીકે થઈ ગઈ છે, જાકે સમલૈંગિક છે. કૂકે કહ્યું કે, પોતાની સમલૈંગિકતાને સાર્વજનિક રીતે સ્વીકાર કરવાનો નિર્ણય તેમને એ અનુભૂતીથી આવ્યો કે, વ્યક્તિગત પ્રઈવેટીકરણની ઈચ્છા તેમને કઈંક વધુ મહત્વપૂર્ણ કરવા માટે રોકે છે.
તેમણે લખ્યું છે કે, સમલૈંગિક હોવાથી મને એ વાતનો ઉંડી સમજ થઈ કે, અલ્પસંખ્યક હોવાથી શું થાય છે. આ બધા પડકાર વચ્ચે વચ્ચે મને આશાની એક કિરણ જાવા મળી, જે અન્ય અલ્પસંખ્યક સમૂહોને દરરોજ સામનો કરવાનો હોય છે. આ મને વધુ સહાનુભૂતીવાળો બનાવે છે અને આનાથી જીવન સમૃદ્ધ હોય છે.
દુનિયાની સૌથી વધારે નફો કરતી કંપનીઓમાંથી એક એપ્પલનું કામકાજ સંભાળનારા ટિમ કુકનું કહેવું છે કે, આનાથી મને ગેંડા જેવી જાડી ચામડી પણ મળી ગઈ છે, જે એપ્પલના સીઈઓ માટે ઘણી સુવિધાજનક છે. કૂકે વર્ષ ૨૦૧૧માં એપ્પલના સંસ્થાપક સ્ટીવ જાબના મોત બાદ કંપની પ્રમુખનું કામ સંભાળ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY