અમરેલી,તા.૧૦
વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં ગાબડુ પાડવા અને ઓબીસી મત અંકે કરવા ભાજપે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મેદાને ઉતાર્યા છે. અમરેલી બેઠક કબ્જે કરવા અને ઓબીસી મતદારોને રીઝવવા અમરેલીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીમાં ઓબીસી મત બેંક પર પ્રભુત્વ ધરાવતા બાવળિયાની સભા યોજાઇ હતી.
આ સભામાં હિરા સોલંકી, દિલીપ સંઘાણી, બાવકુ ઉંધાડ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરેશ ધાનાણીને પછડાટ આપવા બાવળિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે. ઓબીસી સમાજના આગેવાનો સાથે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાને વિજયી બનાવવા બાવળિયાએ અપીલ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




