વડોદરા,તા.૨૯
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા આકાશ ઉર્ફ આરતીકુંવરબા જયંતિભાઇ (ઉં.વ.૧૯) નામના કિન્નરે ગત રાત્રિ દરમિયાન પોતાના ઘરમાં પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આ ઘટના અંગેની જાણ થતાં આસપાસમાં રહેતા તેના સાથી કિન્નરો સ્થળ પર ધસી ગયા હતા. તેઓએ પોલીસને જાણ કરતા કિશનવાડી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
કિન્નર અગ્રણી જાયાકુંવરે પત્રકારોની સાથે વાતચીત કરતાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આકાશ ઉર્ફ આરતીકુંવરે કિન્નર સમાજના કેટલાક કિન્નરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે. આકાશ ઉર્ફ આરતીકુંવર સહિત અમો કિન્નરો પહેલાં બરાનપુરાના હિસ્સો હતા. બે વર્ષથી અમો બરાનપુરા કિન્નર સમાજમાંથી અલગ થઇ ગયા છે. અમો અમારી રીતે વસ્તીમાં ફરીને ઉઘરાણાં કરી ગુજરાન ચલાવીએ છે. આ અરસામાં કિન્નર સમાજના કેટલાક કિન્નરોએ અમોને કહ્યું હતું કે, અમારી સાથે રહેશો તો જ તમો વડોદરામાં ફરી શકો છો. પરંતુ, અમો અલગથી અમારી રીતે વડોદરામાં ફરીને ભેટ સ્વિકારીને ગુજરાન ચલાવીએ છે. આ બાબત કિન્નર સમાજના કેટલાકને પસંદ ન પડતા, તેઓ અમો અલગ થયેલા કિન્નરોને વડોદરામાં ન ફરવા માટે ધમકી આપે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





