કૌટુંબિજનોએ આચરેલ દુષ્કર્મથી ૧૩ વર્ષની સગીરા માતા બની

0
6

અમરેલી,તા.૧૯
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની વારંવાર મિસાલ આપવામાં આવે છે પરંતુ શું ખરેખરમાં મહિલાઓ ગુજરાતમાં પણ સલામત છે ખરી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અમરેલી જિલ્લાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૧૩ વર્ષની એક બાળકી માતા બની છે. આ બાળકી પર ૧ વર્ષ પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.
મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના બાબરામાં ૧૩ વર્ષિય બાળકી માતા બની છે. આ સગીરા સાથે ૧ વર્ષ પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. ૧ વર્ષ બાદ આ સગીરા માતા બનતા તેણે સમગ્ર ઘટના જણાવી હતી. તેથી તેના પિતાએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીરાના જણાવ્યા અનુસાર આ દુષ્કર્મ આચરનાર તેના કૌટુંબિક સગાઓ જ હતા. સગીરાએ આ પહેલા ડરના માર્યા વાત જણાવી નહોતી પરંતુ જ્યારે તે માતા બની ત્યારે તેણે સમગ્ર વાત કરી હતી. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરતાં આરોપી શખ્સો ફરાર થઈ ગયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY