અમેરિકાની જેલોમાં અત્યંત ખરાબ રીતે રખાતા ઇમિગ્રેન્ટસનો સરકાર સામે કેસ

0
13

વાશિંગ્ટન,તા.૫
અમેરિકા-મેક્સિકો સરહદે ટ્રમ્પ વહીવટી તંત્રે ધરપકડનો દોર લંબાવ્યા પછી જ્યાં તેમને અટકાયતી તરીકે રખાયા હતા તે કેલિફોનિયાની ફેડરલ જેલની ગંધાતી ઓરડીઓ અને તેમની સાથે કરવામાં આવતા ખરાબ વર્તન બદલ ઇમિગ્રેન્ટસ દ્વારા વહીવટી તંત્ર સામે કેસ કરાયો હતો. રિવરસાઇડની કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં કહેવામાં આવ્યું હતું કે કેલિફોર્નિયાના વિકટરવિલે જેલમાં મધ્ય-સુરક્ષા ખાતે સ્થિતિ અત્યંત ખરાબ છે.
સાંકળી અને ગંદી છે. અચકાયતીઓ પૈકી અનેક તો રાજ્યાશ્રાય માગી રહ્યા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમને બાઇબલ આપવામાં આવતી નથી કે શીખો માટેની પાઘડી પણ આપવામાં આવતી નથી.’આ નાગરિક અટકાયતી સાથે કરાત બિન બંધારણીય વ્યવહારના પરિણામે અનેક અટકાયતીઓ એ ઇમીગ્રેશન રાહતના લાભના દાવા છોડીને તેમના વતન પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતુ કે તેમના પોતાના દેશમાં તેઓ જાખમ ખેડી લેશે, પણ અહિંયા તો નહીં જ રહે, એમ તેમના કેસમાં કહેવામાં આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે પુરતા પ્રમાણમાં દવાએ અપાતી નથી કે ખાવાનું પણ મળતું નથી અને અહીંથી જવાની ઇચ્છા વ્યક્ત કરે છે.પડતર કેસ અંગે ઇમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓએ કોઇ જ ટીપ્પણી કરી નહતી.તેમણે કહ્યું હતું કે જેલમાં આશરે ૭૦૦ કેદીઓ રાખવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY