ડ્રોન હુમલામાં મરતા-મરતા બચ્યા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ, ૭ ઘાયલ

0
13

વેનેઝુએલા,તા.૫
વેનેઝુએલાના રાષ્ટÙપતિ નિકોલ માદુરોને શનિવારના રોજ નિશાન બનાવીને કરાયેલા ડ્રોન હુમલામાં માંડ-માંડ બચી ગયા. લાઇવ ટીવી પર સ્પીચ દરમ્યાન નિકોલસની નજીક વિસ્ફોટક સામગ્રી ભરેલ કેટલાંક ડ્રોન તૂટી પડ્યા હતા. હવે ખુદ માદુરોએ કÌšં છે કે આ હુમલાની પાછળ પાડોશી દેશ કોલંબિયા અને અમેરિકામાં હાજર અજ્ઞાત ફાઇનાન્સરોનો હાથ છે.
હુમલા બાદ માદુરોએ કÌšં કે આ હુમલો મને મારવા માટે કરાયો હતો, તેમણે આજે મને મારવાની કોશિષ કરી. માદુરોએ પાડોશી કોલંબિયા અને અમેરિકામાં હાજર કેટલાંક ફાઇનાન્સરો પર હત્યાની કોશિષનો આરોપ મૂકયો તો કેટલાંક અધિકારીઓએ તેની પાછળ વેનેઝુએલાની વિપક્ષી પાર્ટીનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
બીજીબાજુ કોલંબિયાએ હુમલાની પાછળ પોતાની ભૂમિકાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. કોલંબિયાના એક વરિષ્ઠ અધિકારીએ ઓળખ જાહેર ન કરવાની શરત પર એએફપીને કÌšં કે માદુરોના આરોપ પાયાવિહોણા છે.
લાઇવ ટીવી પર સ્પીચ દરમ્યાન નિકોલસની નજીક વિસ્ફોટક સામગ્રીથી ભરેલ કેટલાંક ડ્રોન તૂટી પડ્યા. સરકારની તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ હુમલો એ સમયે થયો જ્યારે માદુરો રાજધાની કરાકસમાં સેંકડો સિપાહીઓની સામે સ્પીચ આપી રહ્યા હતા. જા કે રાષ્ટÙપતિને કોઇપણ પ્રકારની ઇજા થઇ નથી. આ અંગે વેનેઝુએલાના સૂચના મંત્રી જ્યોર્જ રોડ્રિગ્ઝે કÌšં કે આ હુમલો માદુરો પર કરાયો હતો. તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ ૭ લોકો ઘાયલ થયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY