હાઈ-એલર્ટ વચ્ચે પંજાબમાં હુમલો થતા સુરક્ષા પર સવાલો ઉઠ્યા,બે ડઝનથી વધુ લોકો ઘાયલ
બાઈક પર આવ્યાં હતા હુમલાખોર,પોલીસે વિદેશી કટ્ટરપંથી સંગઠનો પર હુમલાની શંકા વ્યક્ત કરી,હુમલાને પગલે દિલ્હીમાં સુરક્ષા વધારાઈ
અમૃતસર,તા.૧૮
અમૃતસરના રાજાસાંસી ગામમાં રવિવારે ગોળીબાર સાથે પ્રચંડ વિસ્ફોટના બનાવને પગલે લગભગ ૩ લોકોના મોત થયા છે જ્યારે ૨ ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના એક ધાર્મિક સ્થળ પર બની છે. ઘટના સમયે નીરંકારી સમુદાયનો કીર્તન કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આતંકી ગતિવીધિને પગલે પહેલાથી જ કડક સુરક્ષા રાખવામાં આવી હતી તેમ છતાં આ ઘટના બની હતી. અગાઉ જ ઇન્ટેલિજન્સના રિપોર્ટ મુજબ, દિલ્હી અને અમૃતસરમાં હાઇ એલર્ટ જાહેર કરાયું હતું. આ હુમલા પછી રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, બે મોટરબાઇક પર કેટલાક યુવાનાઓ આવ્યા હતા જેમણે ગોળીઓ વરસાવી હતી અને ગ્રેનેડ ફેંક્્યા હતા. આ વિસ્તારના એસપીસી પરમારે જણવ્યું હતું કે, અમને વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્વામાં આવ્યા હોવાની માહિતી મળી છે, પોલીસદળ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના પાછળ વિદેશી કટ્ટરપંથીઓનો હાથ હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંજાબમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે.
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે ૫-૫ લાખ રુપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે જિલ્લા પ્રશાસનને બધી જરુરી સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે.
દર રવિવારે હજારોની સંખ્યામાં લોકો પ્રાર્થના અને કીર્તન માટે અધિવાલાના ગામના આ હોલમાં ભેગા થાય છે. જે સમયે ઘટના બની તે સમયે અંદર લગભગ ૫૦૦ લોકો હાજર હતા. જાણકારી પ્રમાણે સંદિગ્ધોએ નિરંકારી સમાગમના સ્થળે રહેલા સિક્્યોરિટી ગાર્ડના લમણે બંદુક રાખી અને અંદર જઈને ગ્રેનેડ ફેક્્યો હતો.
નોંધનીય છે કે, પંજાબમાં પહેલેથી જ પોલીસદળોને સૂચના આપવામાં આવી હતી કે, જમ્મુ-કાશ્મીરના સક્રિય ખૂંખાર આતંકી જાકિર મૂસા તેના સાથીઓ સાથે પંજાબના અમૃતસરમાં જાવા મળ્યો છે અને દિલ્હી અને પંજાબમાં આંતંકીવાદી હુમલા બની શકે છે. બુધવારે પંજાબના પર પઠાણકોટ જિલ્લાના માધોપુર વિસ્તારથી ૪ શંકાસ્પદો દ્વારા ગન પોઇન્ટ પર એક ઈનોવા કાર લૂંટી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઇને પંજાબ પોલીસને ચાર શંકાસ્પદોના સીસીટીવી ફૂટેજ મળી આવી હતી તેમ છતાં પોલીસે આં અંગે કોઇ કાર્યવાહી કરી નહતી. સુરક્ષાદળોની આ અંગે સુરક્ષા પ્રત્યે બેદરકારી સામે આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




