આજે આરબીઆઈ બોર્ડની બેઠક, આર્થિક વિકાસ સહિતના મુદ્દઓ પર ચર્ચા થશે

0
18

ન્યુ દિલ્હી,તા.૧૮
સોમવારે રિઝર્વ બેન્કની મળી રહેલી બોર્ડ બેઠકમાં કોઈ વધુ વિખવાદ ઊભા ન થાય તે માટે સરકાર અને રિઝર્વ બેન્ક બન્ને તરફથી પ્રયત્નો થઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. રોકાણકારોનું માનસ ખરડાતા અટકાવવા સરકાર અને રિઝર્વ બેન્ક બન્ને પોતાની વચ્ચેના નીતિવિષયક મતભેદો દૂર થાય તેમ ઈચ્છી રહ્યા છે એમ નાણાં મંત્રાલયના આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. જા કે બોર્ડ મીટિંગનો એકંદર સૂર કેવો રહેશે તેના પર કોઈપણ પક્ષ તરફથી પ્રકાશ પડાતો નથી.
આરબીઆઈ અને સરકાર વચ્ચેના હાલના મતભેદો આસાનીથી દૂર થાય તેવી શકયતા ઓછી છે. આમછતાં, વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સરકાર વધુ સખતાઈ વાપરીને મતભેદને રાજકીય મુદ્દો બનાવવા માગતી નહીં હોવાના પણ સંકેત મળી રહ્યા છે.
અર્થતંત્રમાં લિક્વિડિટી વધારવા રિઝર્વ બેન્ક કેટલાક ધિરાણ ધોરણો હળવા કરશે તેવી અપેક્ષા રખાઈ રહી છે. રૂપિયા ૨૫ કરોડ સુધીનું ધિરાણ મેળવતી નાની કંપનીઓ માટે ધિરાણ ધોરણો હળવા બનાવાય તેવી સંભાવના હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. હાલમાં તો આ જા ને તોની વાત છે ખરું ચિત્ર તો બોર્ડ મીટિંગ બાદ જ સ્પષ્ટ થશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ ગયા સપ્તાહમાં વડા પ્રધાન મોદીને મળ્યા બાદ વડા પ્રધાન તાણ ઓછી કરવા કેવી ભૂમિકા ભજવે છે તે જાવાનું રહે છે. પટેલની નિમણૂંક વર્તમાન સરકારે જ ૨૦૧૬માં કરી છે અને તેમની મુદત આવતા વર્ષના સપ્ટેમ્બરમાં પૂરી થાય છે.
રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય દ્વારા આરબીઆઈની સ્વાયત્તતાને લઈને સરકારની કરાયેલી ટીકા બાદ બન્ને પક્ષ વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા હતા. સોમવારે મળનારી બોર્ડ મીટિંગ જા કે સાવ સરળ નહીં હોય. બોર્ડ પર સરકારના પ્રિતિનિધિઓ સરકારની માગણીઓ સંદર્ભમાં ઉર્જિત પટેલ પર દરેક રીતે દબાણ બનાવી રાખશે એમ પણ જણાવાય રહ્યું છે. રિઝર્વ બેન્ક એ બેન્કિંગ નિયામક છે અને તે દરેક માગણીઓ સાથે આસાનીથી સહમત થશે એ સરકાર સારી રીતે સમજે છે. સરકાર સાથેના મતભેદો વધુ વકરતા ઉર્જિત પટેલે રાજીનામુ આપી દેવાની પણ તૈયારી બતાવી હતી. જા કે હાલના તબક્કે સરકાર આવું કંઈપણ બને તેમ ઈચ્છતી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY