સુરત, તા.૨૪
જીવન જયોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આટ્ર્સ એન્ડ એચ.પી.દેસાઇ કોમર્સ કોલેજ,અમરોલીનો એન.એસ.એસ. વિભાગ, દ્વારા શેરડી ગામ તા. (ઓલપાડ) મુકામે સાત દિવસીય ખાસ શિબીરનું આયોજન થયું હતું. તા. ૨૩-૧૭-૨૭૧૮ ને મંગળવારના રોજ મુખ્ય મહેમાનશ્રી ડા. ભાસ્કરભાઇ રાવલ પ્રો. વાઇસ ચાન્સલર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ડા. ભરતભાઇ ઠાકોર, કો-ઓંડિંનેટર, એન.એસ.એસ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જીવન જયોત ટ્રસ્ટના મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલ, જીવન જયોત ટ્રસ્ટ કારોબારી સમિતિના સભ્ય સ્નેહલભાઇ શાહ, કોલેજના આચાર્ધશ્રી ડા.કે.એન.ચાવડા તેમજ ઇન્ચાજ આચાર્ય પ્રો.ડા.મુકેશભાઇ ગોયાણી અમરોલી સ્વનિર્ભર કોલેજ તેમજ અમરોલી કોલેજના સ્ટાફ સભ્યો ઉદ્ઘાટન પ્રસગે હાજર રહ્યા હતા.
કોલેજના ૭૦ જેટલા એન.એસ.એસ. સ્વયંસેવકો ૭ દિવસ ખાસ શિબિરમાં શેરડી ગામમાં જ રહી સ્વચ્છતા અભિયાન, શિક્ષણની જાગૃતતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિવિધ સરકારી યોજનાઓ, તેમજ સામાજિક કાર્યક્રમો કરી ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડાp. રાજેશ ડી. રાણા, પ્રો. વિજય એમ.ચૌધરી, પ્રો. જીતેન્દ્ર બી. ચૌધરી, પ્રો.નેહાબેન ઉપાધ્યાય તથા એન.એસ.એસ. સ્વયંસેવકો કરી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




