સમાજવાદી પાર્ટી નહી નમાઝવાદી પાર્ટી, આઝમખાન રાક્ષસ છે : અમરસિંહ

0
27

લખનઉ,તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે નિકટતા વધ્યા બાદ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ અને મુલાયમસિંહના એક સમયના નિકટના મિત્ર એવા અમરસિંહે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ છે.
અમરસિંહે અખિલેશને સંબોધિત કરીને એક વિડિયો બહાર પાડ્યો છે અને કહ્યું છે કે અખિલેશ યાદવ સમાજવાદી નહી નમાઝવાદી પાર્ટીના અધ્યક્ષ છે.
અમરસિંહે વધુમાં વિડિયોમાં કહ્યું છે કે મુલાયમસિંહ યાદવના રાજકીય પુત્ર આઝમ ખાને મારા માટે કહ્યું હતુ કે અમરસિંહને કાપી નાંખવા જાઈએ અને તેમની દિકરીઓ પર એસિડ ફેંકવો જાઈએ.તો શું યાદવ પરિવારમાં બહેન અને દિકરીઓ નથી.જ્યારે હું તમારા લોકોના કારણે જેલમાં હતો ત્યારે ના તમે આવ્યા કે ના તમારા પિતા મારા પરિવારના આઁસુ લુછવા માટે આવ્યા .
અમરસિંહે કહ્યું હતુ કે આઝમખાન રાક્ષસ છે અને તેમની સામે હું હિન્દુ સમાજને અપીલ કરુ છું.ભલે મને સાંપ્રદાયિક હોવાનુ લેબલ મળે.આ વીડિયો એક ક્ષત્રિય હોવાના નાતે હું દરેક ગામ અને દરેક ગલીમાં બતાવીશ.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY