કેલિફોર્નિયા,તા.૨૬
અકાલી દળના નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સદસ્ય મનજીતસિંહ પર કેલિફોર્નિયામાં હુમલો કરવામાં આવ્યો છે. મનજીતસિંહ જીકે પર કેલિફોર્નિયાના ગુરુદ્વારાની બહાર હુમલો કરાયો છે. તેમના ચહેરા પર કાળો રંગ લગાવવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ મામલામાં કેલિફોર્નિયા ખાતે પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે. હુમલા બાદ મનજીતસિંહ જીકેએ કહ્યું છે કે તેમના ઉપર વીસથી વધુ લોકોએ હુમલો કર્યો હતો અને હુમલાખોરોએ ગુરુદ્વારાની ગરિમા પણ જાળવી ન હતી. તેમણે પોતાના સમર્થકોને મૌન રહેવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.
મનજીતસિંહે કહ્યું છે કે આવી ઘટનાઓથી તેઓ ડરવાના નથી. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા સમર્થિત શીખ ફોર જસ્ટિસ નામની સંસ્થા દ્વારા મનજીતસિંહને તેમની કેલિફોર્નિયા મુલાકાત પહેલા ધમકી આપવામાં આવી હતી. મનજીતસિંહે પોતાના માથા પર ગુરુનો હાથ હોવાનું જણાવીને આવી ધમકીઓને કારણે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો ઈન્કાર કર્યો હતો. આ પહેલા ન્યૂયોર્કમાં ગુરુદ્વારા કમિટીના અધ્યક્ષ પર પણ હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



