ઓટ્ટોવો,તા.૨૬
અમેરિકાના વનકુવરમાં રહેતા ગુજરાતી મૂળના વેપારી અલ્તાફ નઝીરઅલીએ ઓનલાઈન રીટેલર ઓવર સ્ટોક ડોટ કોમના સીઈઓ પેટ્રિક બાયરીન પર પોતાની સામે ખોટા સમાચારો ફેલાવવા માટે વળતર માંગતો દાવો કર્યો હતો.
સાત વર્ષ ચાલેલી કાનૂની લડાઈ બાદ કેનેડાની સુપ્રીમ કોર્ટ ઓફ બ્રિટિશ કોલંબિયાએ આ વેપારીને ૧૨ લાખ ડોલર એટલે કે લગભગ ૬ કરોડ રુપિયાનુ વળતર ચુકાવવા માટે હુકમ કર્યો છે.સુપ્રીમ કોર્ટે બાયરીનની વળતર સામેની અપીલને ભગાવી દીધી છે.
જે વેબસાઈટ પર નઝીરઅલી સામે લેખો પ્રકાશીત થયા હતા તે બાયરીનની માલિકીની છે.જેમાં વેબસાઈટે નઝીર અલીને ડ્રગ માફિયા, શસ્ત્રોના સોદાગર, ગેંગસ્ટર અને અલકાયદાના ટેકેદાર ગણાવ્યા હતા.વેબસાઈટે એવુ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે નઝીર અલીના સબંધો ઈટાલિયન અને રશિયન માફિયા સાથે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



