અમૃતસર,તા.૫
પંજાબમાં દેવા માફીનાં મુદ્દાને લઇને રસ્તા પર ઉતર્યા છે અને રેલવે પાટા પર બેસી છે. આના કારણે ૨૨ જેટલી ટ્રેનો રદ કરવી પડી છે અને ૨૪ અન્ય ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી છે.
ખેડૂતોની માંગમી છે કે, સરકાર સ્વામીનાથન રિપોર્ટની અમલવારી કરી અને ખેડૂતોનાં દેવા માફ કરે. કોંગ્રેસે સત્તા પર આવતા પહેલા ખેડૂતોને તેમના દેવા માફીની વાત કરી હતી.
ખેડૂતોનાં આ આંદોલનને લઇને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ છતા, પંજાબનાં ગામડાઓમાંથી ખેડૂતો ઉમટી પડ્યા છે અને આંદોલનમાં જાડાઇ રહ્યા છે. ખેડૂતોએ જાહેર કર્યુ છે કે, જ્યાં સુધી તેમની માગણીઓ સંતાષાશે નહીં ત્યાં સુધી તેઓ રેલવે ટ્રેક પર બેઠેલા રહેશે.
કિશાન મજદૂર સંઘર્ષ સમિતિનાં પ્રમુખ સતનામ સિંઘ પન્ન્šએ જણાવ્યું કે, અમારી સરકાર પાસે ફક્ત એટલી જ માંગણી છે કે, સરકાર જે માગણીઓ સંતોષવા માટે અગાઉ રાજી થઇ હતી તેનો અમલ કરે. અમે ૨-૩ વખત મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘને મળ્યા પણ હવે તેમને મળવાનો કોઇ મતલબ નથી”.
ખેડૂતોઓ કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેણે ચૂંટણીમાં આપેલા વચન પરથી ફરી ગઇ છે. ખેડૂતોનો આરોપ છે કે, બેંકો તેમને નોટિસો મોકલી રહી છે.
સતનામ સિંઘે વધુમાં જણાવ્યુ કે, શેરડી પકવતા ખેડૂતોનાં ૪૦૦ કરોડ રૂપિયા સરકાર પાસે છે. આ પૈસા સરકારે ખેડૂતોને વ્યાજ સહિત આપવા જાઇએ. ખેડૂતાનાં પરસેવાની કમાણી પર સરકાર બેઠી છે અને અમે દુખિયારી જિંદગી જીવી રહ્યા છીએ. ખેડૂતોએ ખેડૂત આત્મહત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



