અમૃતસર,તા.૯
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી પંજાબ પહોંચ્યા હતા. અહિંયા તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી દીધી હતી કે જા આતંકવાદ નહીં રોકાય તો પાકિસ્તાન તરફ જતું પાણી રોકી દેવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સતત આતંકવાદ અને આતંકી સંગઠનોનું સમર્થન કરે છે. જો આતંકવાદને રોકવામાં નહીં આવે તો અમારી પાસે પાણી રોકવા સિયાન અન્ય કોઇ ઉપાય હશે નહીં. અમે આના પર અભ્યાસ કરી રહ્યા છીએ.
અમૃતસરમાં પત્રકારો સાથે વાચ કરતા ગડકરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન કોઇ કરારનું પાલન કરતું નથી તેથી અમે પણ જળસંધિ કરારના પાલન કરવા બંધનકર્તા નથી. ૨૦૧૪ ચૂંટણીની વિશેષતા એ હતી કે લોકોએ મોદી અને ભાજને ખૂબ જ અપેક્ષાઓ સાથે સત્તા સોંપી હતી. પાંચ વર્ષોમાં ખૂબ કામ કર્યું છે અને વિકાસ બળે જ અમે ૨૦૧૯ની ચૂંટણી લડી રહ્યા છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





