હવે ડાયાબિટીસની દવાઓથી રોકી શકાશે પેંક્રીએટિક કેન્સર

0
69

અમદાવાદ, તા.૧૨
પેંક્રીઅસ (અગ્નાશય) શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ ગણાય છે. આને પાચનગ્રંથી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શરીરમાં હોર્મોન્સ બનાવવાનું કામ કરે છે અને પાચન ક્રિયામાં મદદ કરે છે. પેંક્રીઅસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ તોડવામાં મદદ કરે છે. આ વ્યક્તિના શરીરમાં જમણી બાજુ અને પેટની પાછળની સાઈડે હોય છે. પેંક્રીઅસ કેન્સરને સાઈલેન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણકે શરૂઆતમાં આ કેન્સરના લક્ષણોથી આની ઓળખ કરવી મુશ્કેલ બને છે અને ત્યારબાદ આના લક્ષણો દરેક વ્યÂક્તમાં અલગ-અલગ હોય છે. પરંતુ પેંક્રીએટિક કેન્સરથી લડી રહેલ લોકો માટે હવે એક રાહતના સમાચાર છે.
હાલમાં જ કરવામાં આવેલ એક સંશોધનમાં જાણવા મળ્યું કે, ડાયાબિટીસ રોકવાની એક સાધારણ દવા મેટફોર્મિન અગ્નાશય (પેંક્રીઅસ)ના કેન્સરને વધતુ રોકવામાં મદદરૂપ થાય છે. સંશોધન મુજબ, મેટફોર્મિન લેનારા ડાયાબિટીસના દર્દીઓને અગ્નાશયનું કેન્સર થવાનો ખતરો ઘટી જાય છે, જ્યારે અગ્નાશય (પેંક્રીઅસ)ના કેન્સરથી પીડિત વ્યÂક્ત જા મેટફોર્મિન લે તો મૃત્યુનું જાખમ પણ ઓછું થઈ જાય છે. સંશોધકોએ જણાવ્યું કે, ટાઈપ ટુ ડાયાબિટીસની બીમારીમાં ઉપયોગમાં લેવાતી સામાન્ય દવા મેટફોર્મિન અગ્નાશય (પેંક્રીઅસ) કેન્સરમાં સોજા અને ફાઈબ્રોસિસને પણ રોકી શકાય છે. સંશોધનમાં જણાવાયું છે કે, વધુ વજન અને મેદસ્વીતાથી પીડાતા લોકોને પણ ફાયદો થઈ શકે છે. અમેરિકાના મેસાચુસેટ્‌સમાં હાવર્ડ મેડિકલ સ્કુલમાં રેડિએશન ઓન્કોલોજીના સહાયક પ્રોફેસર અને સંશોધનના મુખ્ય લેખક દાઈ ફુકુમુરો જણાવ્યું કે, અમે જાણ્યું કે, મેટફોર્મિન ડેસ્મોપ્લાસિયાથી સંબંધિત ઇમ્યુન સેલ્સને જડમુળથી દૂર કર છે, જે અગ્નાશયના કેન્સરનું પ્રમુખ લક્ષણ છે. આ સંશોધન પત્રિકા પીએલઓએસ વનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY