મહેસાણા,તા.૩૧
દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોને વધુ એક ઝટકો મળ્યો છે. દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ઘટાડો કરાયો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ૨૫ રૂપિયાનો ઘટાડો કરાયો છે. હાલ કિલો ફેટનો ભાવ રૂપિયા ૫૫૦ છે જેમાં ૨૫ રૂપિયાનો ઘટાડો કરાયો છે જેથી હવે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દીઠ ૫૨૫ રૂપિયા જ મળશે. છેલ્લા ત્રણ મહિનામાં દૂધ સાગર ડેરીએ ચોથી વખત ભાવ ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડો આજથી જ અમલી બની જશે. દૂધની આવક વધતા અને દૂધનું વેચાણ ઘટતા ભાવ ઘટાડો કરાયો છે.
છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વખત ભાવમાં ઘટાડો કરતા દૂધઉત્પાદકોમાં નિરાશા જાવા મળી રહી છે. પહેલા એક કિલો ફેટનો ભાવ ૫૫૦ રૂપિયા હતો, જે હવે ઘટીને ૫૨૫ રૂપિયા થઈ ગયો છે. મહેસાણા દૂધ ઉત્પાદક સહકારી સંઘને ચાર વર્ષમાં ૧૨૪૦ કરોડનું નુકસાન થયું છે. મિલ્ક ફેડરેશન સામે દૂધસાગર ડેરીએ ગંભીર આરોપ કર્યા છે. ફેડરેશન દિલ્હીમાં વેચાતું દૂધ ખાનગી ડેરીમાં પેકિંગ કરાવે છે હાલમાં ફેડરેશન દિલ્હીમાં રોજનું ૩૫ લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. આ તમામ પરિબળો ભાવ ઘટાડા પાછળ માનવામા આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






