ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશમાં આઈટી અને ઈડીને રોકવા સુપ્રીમમાં જશે

0
20

અમરાવતી,તા.૧૯
આંધ્ર પ્રદેશમાં સીબીઆઈને પ્રવેશતા અટકાવવા ચંદ્રબાબુ નાયડુએ લીધેલા નિર્ણય બાદ ચંદ્રાબાબુએ નવો રાજકીય દાવ ખેલવાની તૈયારીમાં છે. ચંદ્રબાબુ હવે આંધ્ર પ્રદેશમાં આવકવેરા વિભાગ અને ઈડી જેવી તપાસ એજન્સીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમા જવાની તૈયારી કરી રહ્યા છે. ચંદ્રબાબુ આંધ્ર પ્રદેશમાં આઈટી વિભાગ અને ઈડીની શકિત ઓછી કરવાની યોજના બનાવી રહ્યા છે.
ટીડીપીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે પાર્ટીના વરિષ્ઠ નેતા અને કાયદાકીય સલાહકારો સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી છે. ટીડીપી નેતાઓનુ કહેવુ છે કે, આઈટી અને ઈડીનો કેન્દ્ર સરકાર ખોટો ઉપયોગ કરી રહી છે. જેથી ભાજપની આ પ્રકારની નીતિને એટકાવવા માટે આંધ્રમાં સીબીઆઈ બાદ આઈટી અને ઈડીને રોકવાની શરૂઆત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા ચંદ્રબાબુ નાયડુએ આંધ્રમાં સીબીઆઈને પ્રવેશતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવાનું જણાવ્યુ હતુ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY