સુશાંત સિંઘે ‘રાયફલ મેન’ સાઇન કરી

0
3

મુંબઈ,તા.૧૬
ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મમાં ભારતીય લશ્કરના એક વરિષ્ઠ અધિકારીનો રોલ કરી ચૂકેલા અભિનેતા સુશાંત સિંઘ વધુ એક ફિલ્મમાં લશ્કરી જવાનનો રોલ કરશે એવી જાણકારી મળી હતી.
૧૫ જાન્યુઆરીએ આર્મી ડેના શુભ દિવસે રાયફલ મેન નામની ફિલ્મની જાહેરાત થઇ હતી જેમાં હીરો તરીકે સુશાંત સિંઘ રાજપૂતને સાઇન કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્‌વીટર પર આ જાહેરાત કરતાં ફિલ્મનું ટીઝર પણ રજૂ કર્યું હતું. તાજેતરમાં રજૂ થયેલી અભિષેક કપૂરની કેદારનાથમાં સુશાંતે મુખ્ય રોલ કર્યો હતો અને ધાર્યા કરતાં ફિલ્મને સારો પ્રતિસાદ મલ્યો હતો.
હાલ સુશાંતની સોનચિડિયા ફિલ્મ પણ રજૂઆતને આરે છે. એમાં સુશાંતે ૧૯૭૦ના દાયકાના ચંબલની ખીણમાં વસતા ડાકુનો રોલ કર્યો છે. કેદારનાથ હિટ નીવડયા બાદ એને ડઝનેક નવી ફિલ્મોની આૅફર્સ મળી હતી. સાથોસાથ એ છિછોરે, ડ્રાઇવ અને કીઝી ઔર મેની ફિલ્મ પણ કરી રહ્યો છે.ઔએબન્ડેન્ટીયા એન્ટરટેઇનમેન્ટ અને પૂજા ફિલ્મ્સ રાયફલ મેનના નિર્માતાઓ છે.આથી વધુ કોઇ માહિતી જાહેર કરવામાં આવી નહોતી. આ ફિલ્મ ચાલુ વર્ષની આખર સુધીમાં રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY