નવજાતે શપથવિધિમાં હાજરી આપી ભારત પ્રત્યે ગદ્દારી અને દ્રોહનું કૃત્ય દાખવ્યું : અનિલ વિજ

0
6

અંબાલા,તા.૧૯
પાકિસ્તાનના વડા પ્રધાનપદે વિખ્યાત ક્રિકેટર ઈમરાન ખાન આરૂઢ થયા તે વેળાએ સોગંદવિધિ સમારંભમાં હાજર રહેનાર ભારતના ક્રિકેટર, પંજાબના નેતા તેમ જ લોકપ્રિય મનોરંજનકાર નવજાત સિંહ સિદ્ધુની હરિયાણાના આરોગ્ય પ્રધાન અનીલ વીજે ઝાટકણી કાઢી હતી.
આ અવસરે મીડિયાના માણસો સાથે વાતચીત કરતાં હરિયાણાના પ્રધાન વીજે કહ્યું કે “નવજાતે શપથવિધિમાં ભાગ લઈને ભારત પ્રતિ ગદ્‌ારી અને દ્રોહનું કૃત્ય દાખવ્યું છે. ભારતનો કોઈ દેશભક્ત નાગરિક આ કૃત્ય પર મંજૂરીનું મહત્તવ નહીં મારે. પોતાના દેશમાં માજી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનથી વ્યાપેલા સંજાગો અને શોકની અવગણના કરીને તે ત્યાં ગયો છે.
વાજપેયીના દેહવિલય બાદ કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. પરંતુ સિદ્ધુ તો પાકિસ્તાન ગયા જ. એ વાત સાચી કે તેમને ઈમરાન ખાન સાથે મૈત્રીભર્યા સંબંધો છે પણ દોસ્તી કંઈ દેશ કરતાં મોટી અને વધારે તો ન જ હોઈ શકે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY