૩૦ વર્ષના ગાળાં બાદ ઓક્સફર્ડ યુનિવર્સિટી નવી કાલેજ શરૂ કરશે!

0
9

લંડન,તા.૧૯
મીડિયા રિપોર્ટ પ્રમાણે ૩૦ વર્ષના ગાળાં બાદ વિશ્ર્વ પ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સિટી નવી કાલેજ શરૂ કરવાની યોજના ઘડી રહી છે. ધ ડેલી ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે ઓક્સફર્ડની પાંચ વર્ષની યોજનામાં ૧૦૦૦ ગ્રેજ્યુએટ રૂમ બાંધવાનો અને ઓછામાં ઓછી એક નવી કાલેજ શરૂ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે.
આ અગાઉ ઓક્સફર્ડે ૧૯૯૦માં ફક્ત ગ્રેજ્યુએટ્‌સ માટેની કેલોગ કાલેજ શરૂ કરી હતી. નવી કાલેજ શરૂ કરવાની યોજનાને યુનિવર્સિટીની ગવ‹નગ બોડીએ ટેકો આપ્યો છે, પણ એ શરૂ કરવા માટે ઓક્સફર્ડના શિક્ષણવિદોની મંજૂરી મળવી જરૂરી છે.
પ્રસ્તાવિત યોજના પ્રમાણે અનુસ્નાતક વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૨૩ સુધીમાં વધીને વર્ષે ૮૫૦ અને અંડરગ્રેજ્યુએટ્‌સની સંખ્યા વર્ષે ૨૦૦ જેટલી થશે.
હાયર એજ્યુકેશન પોલિસી ઇંસ્ટિટયૂટના ડિરેક્ટર નિક હિલમેને જણાવ્યું હતું કે ઓક્સફર્ડ પોતાની સરખામણી યુકેની અન્ય સંસ્થાઓ સાથે નહીં, પણ આઇવી લિગ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કરે છે, જ્યાં અંડરગ્રેજ્યુએટ્‌સ કરતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY