સુરત, તા. ૨૨
ગત ૧૪મી અોક્ટોબરના રોજ ગોડાદરાની સોમેશ્વર સોસાયટી ખાતે સાડા ત્રણ માસની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી ગળુ દબાવી હત્યા કરનાર નરાધમને બિહારથી ઝડપી પોલીસ સુરત લઈ આવી છે. ક્રાઈમ બ્રાંચ ખાતે આરોપીને રાખવામાં આવ્યો છે. જ્યારે પીડિતાના ઘરે લીંબાયત પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાડા ત્રણ વર્ષથી માસૂમ બાળકીની હત્યા અને બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરત પોલીસની ટીમે બિહારના બકસર જિલ્લામાંથી ઝડપી લીધો હતો. ટ્રાન્જીટ રિમાન્ડ મેળવી ગતરોજ પોલીસ ટીમ આરોપીને સુરત લઈ આવી છે. નરાધમ કૃત્ય આચરનાર આરોપી પર લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આરોપીને જાહેરમાં ફાંસીનીમ ાગ કરનાર સમાજના લોકો દ્વારા આરોપી ઉપર હુમલાની દહેશત વચ્ચે અનિલ યાદવને ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકે ચાંપતા બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યો છે. પીડિતાના ઘરે પણ લીંબાયત પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ગત રાત્રે લીંબાયતના સંજયનગર વિસ્તારમાં પીડિતાને ન્યાય અપાવવા અને આરોપીને ફાંસીએ ચડાવવાની માગ સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી કાઢનારા મરાઠી સમાજના લોકો અને ઉત્તર ભારતીય યુવાનો વચ્ચે કોઈ અન્ય બાબતે રકઝક થતા આ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું અને ભારે દહેશત ફેલાઈ હતી. જઘન્ય કૃત્ય કરનાર આરોપી ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે તેવી દહેશત વચ્ચે પોલીસે ચાંપતો બંદોબસ્ત અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




