સેન્ટ્રલ ઝોને હાથ ધરેલુ ડીમોલીશન
સુરત, તા.૯
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૭, નોધ નં.૪૨૬૭, ૪૨૬૮, સુથાર ફળીયુ, દિલ્હીગેટ પાસે વાળી મિલ્કતમાં મિલ્કતદાર મહેમુદભાઈ અબ્દુલ હમીદ શેખ તથા અન્યો દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૮-૧-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમાં માળે આશરે ૩૦૦ ચો.ફુટ.આર.સી.સી. સ્લેબ ૩૦૦ ચો.ફુટ ચણતર તથા ૬૦૦ ચો.ફુટ પતરાનો શેડ દુર કરવામાં આવેલ છે તથા પાકિ*ગ વાળા ભાગમાં દિવાલ દુર કરી પાકિ*ગ ખુલ્લુ કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




