રૂ.૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ
અંકલેશ્વર, તા.૩
ભરૂચ એલસીબી પોલીસે ગડખોલ પાટીયા વિસ્તારમાંથી વિદેશી દારૂ લઈ જતી કાર સાથે બે યુવાનોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પીએસઆઈ ગઢવી સ્ટાફ સાથે અંકલેશ્વર ગડખોલ પાટીયા વિસ્તારમાં તા.બીજીની રાત્રે પેટ્રોલિંગમાં હતા. ત્યારે વિપિન પાર્ક સોસાયટીના નાકે વા÷ચ દરમિયાન એક કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી શરાબની ૨ï૩ બોટલો મળી આવી હતી. પોલીસે આ જથ્થા સાથે અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતા વિરલ પરમાર તથા હાંસોટના શેરા ગામે રહેતાં રાકેશ પરમારની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસે વિદેશી શરાબ કિંમત રૂ.૧૧૯૬૦, બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૧૦૦૦ તથા સ્વીફ્ટ ડીઝાયર કાર કિંમત રૂ.૬,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૨૨,૯૬૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





