ગણતંત્ર દિનની ઉજવણીમાં ચિત્રકામ તેમજ વેશભૂષા સ્પર્ધાનું આયોજન

0
323

માત્ર ઉધના ઝોનની શાળાના વિદ્યાર્થીઅો ભાગ લઈ શકશે
સુરત, તા.૩
ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુરી ૨૦૧૯નીï ઉજવણી અંતર્ગત સુરïત મહાનગરપાલિકા દ્વારા તા.૧૧-૧-૨૦૧૯ને શુક્રવારના રોજ ઉધના ઝોન વિસ્તારમાં આવેલ પ્રાથમકિ શાળાઅોના ધો.૫ થી ૮ના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓની ચિત્રïકામ સ્પર્ધાનું આયોજન બપોરે ૧૧.૦૦ કલાકે અને ધો.૧ થી ૪ની વેશભૂષા સ્પર્ધા બપોરે ૧.૦૦ કલાકે ખટોદરા કોમ્યુનિટી હોલ, ખટોદરા હેલ્થ સેન્ટરની સામે, ચોસઠ જાગણી માતાના મંદિર પાસે, નવજીવન હ્નાન્ડાઈ રોડ, ખટોદરા સુરત ખાતે કરવામાં આવેલ છે. આ હરિફાઈમાં ફક્ત ઉધના ઝોન વિસ્તારમાં આવેલ પ્રાથમિક વિભાગના ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકશે. હરિફાઈમાં ભાગ લેવા માટેના પ્રવેશફોર્મ સાંસ્કૃતિક વિભાગ, સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી રૂમ નં.૨૬, ગોરધનદાસ ચોખાવાલા માર્ગ, મુગલીસરા સુરત ખાતેથી રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમ્યાન મેળવી સંપૂર્ણ વિગત સાથે ભરેલા ફોર્મ તા.૯-૧-૨૦૧૯ સુધીમાં પરત કરવાના રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY