નહેરૂ બ્રીજ સંલગ્ન ગેરકાયદે બનેલુ પાકુ પ્લેટફોર્મ તોડી પડાયું
સુરત, તા.૩
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૪, નોîધ નં.૪૨૩૯ વાલી મિલ્કતમાં મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકા મંજુર કરાયેલા પ્લાનો વિરૂદ્ધ બાંધકામ કરવામાં આવતા તા.૨-૧-૨૦૧૯ના રોજ શહેર વિકાસ વિભાગ તથા દબાણ ખાતાના સ્ટાફ દ્વારા સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી સટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત છઠ્ઠા માળે કોલમના સળીયા, શટરિંગ તેમજ પાંચમાં
આભાર – નિહારીકા રવિયા માળે આશરે ૫૩૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ દુર કરવામાં આવ્યો હતો. તેમજ વોર્ડ નં.૨, નોîધ નં.૧૧૦૭†૧૧૦૮ વાળી મિલ્કતમાં મિલ્કતદારો દ્વારા સુરત મહાનગરપાલિકા મંજુર કરાયેલ પ્લાનમાં દર્શાવેલ ફેમિલી રૂમમાં હેતુફેરની મંજુરી મેળવ્યા વિના શર્ટર નાંખી દુકાન તરીકે ઉપયોગ શરૂ કરતા અગાઉ તા.૨૪-૭-૨૦૧૮ના રોજ થી દુર કરવામાં આવેલ. જે બાંધકામ મિલ્કતદાર દ્વારા મનસ્વીપણે ફરી બાંધકામ કરતા અત્રેથી તા.૨-૧-૨૦૧૯ના રોજ શહેર વિકાસ વિભાગ તથા દબાણ ખાતાનાં સ્ટાફ દ્વારા સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત હેતુફેર વાળા બાંધકામ દુર કરેલ છે અને શર્ટર નંગ ૪ દબાણ ડેપો જપ્ત કરેલ છે. ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં આવેલ નહેરૂ બ્રીજ તરીકે અોળખાતા પુલના ચોક તરફના એબટમેન્ટને લાગુ બ્રીજના નીચેવાળા ભાગમાં આર.સી.સી. પ્લેટફોર્મ બનાવી ગેરકાયદેસર ઉપયોગ થતો અટકાવવા બનાવેલ આર.સી.સી. પ્લેટફોર્મ દૂર કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



