અંક્લેશ્વર તાલુકાના ધંતુુુરિયા ગામે મિલકતની લાલચમાં બોગસ વીલ બનાવવાની ઘટના બહાર આવી

0
311

અંક્લેશ્વર:

અંક્લેશ્વર તાલુકાના ધંતુરિયા ગામે મિલકતની લાલચમાં સ્ટેમ્પ વેન્ડર અને નોટરી સાથેના મેળાપીપણામં ખોટું વીલ બનાવી કોર્‌ટમાં રજુુ કરાયું હોવાની ઘટના બહાર આવી છે. અંક્લેશ્વરના જુનાબોરભાઠા બેટ ખાતે રહેતા સતિષભાઇ પરસોત્તમભાઇ પટેલે બોગસ વીલ બનાવનાર તેની સાવકી માતા અને ભાઇઓ-બહેનો તથા સ્ટેમપ વેન્ડર અને નોટરી વિરૃદ્ધ અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર અંક્લેશ્વર તાલુકાના જુના બોરભાઠા ખાતે રહેતા સતિષભાઇ પરસોત્તામભાઇ પટેલના પિતા પરસોત્તમભાઇ પટેલે તેમની પત્ની ધનલક્ષ્મીબેન ને વર્‌ષો પહેલા છુટાછેડા આપ્યા હતા. ત્યારબાદ ધનલક્ષ્મીબેન પુત્ર સતિષભાઇ સાથે તેમના દાદીને ત્યાં જુના બોરભાઠા ખાતે રહેતા હતા. જેમના ચાર સંતાનોમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ પરસોત્તમભાઇ નું મૃત્યુ થયું હતું. ત્યારબાદ સતિષ પટેલ અને મંગીબેન તથા તેમના સંતાનો વચ્ચે પરસોત્તમભાઇની સ્વપાર્‌જીત તથા વડિલો પાર્‌જીન મિલકતની વહેંચણીનો વિવાદ ઉભો થયો હતો. જેમાં સતિષભાઇ એ ન્યાય મેળવવા માટે અંક્લેશ્વર સિવિલ કોર્‌ટમાં દાવો દાખલ કર્‌યો હતો. આ કેસમાં મંગીબેન અને તેમના સંતાનોએ ૧૬ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ કોર્‌ટમાં તેમની તરફેણનું એક વીલ રજુ કર્‌યું હતું. જે બોગસ હોવાનું બહાર આવતા સતિષભાઇ પટેલે અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકે મંગીબેન પરસોત્તમભાઇ, ચંપાબેન પરસોત્તમભાઇ પટેલ, સુરેશભાઇ પરસોત્તમભાઇ પટેલ, જયેશભાઇ પરસોત્તમભાઇ પટેલ, હિતેષભાઇ પરસોત્તમભાઇ પટેલ, બચુભાઇ નાથુભાઇ પટેલ, ઉત્તમભાઇ ભગવાનભાઇ પટેલ અને સ્ટેમ્પ વેન્ડર એસ.એન. મિર્‌ઝા તથા નોટરી કે.ઝેડ. મોદી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે અંક્લેશ્વર પોલીસે કાયદેસર કાર્‌યવાહી હાથ ધરી છે.

૨૦૧૬ના સ્ટેમ્પ પર ૨૦૧૨નું વીલ
મંગીબેન અને તેમના સંતાનોએ પરસોત્તમભાઇના નામે જે વીલ રજુ કર્‌યું હતું તે રૃપિયા ૧૦૦ ના નોન જ્યુડિશીયલ સ્ટેમ્પ પર ૨૦૧૨માં બનાવાયેલું હોવાનો દાવો કર્‌યો હતો. સ્ટેમ્પ નંબર એ વાય ૧૧૬૩૧૬ પર પણ પરસોત્તમભાઇ પટેલે ૩-૧૧-૨૦૧૨ના રોજ સ્ટેમ્પ ખરીધ્યો  હોવાનો ઉલ્લેખ છે. જે સ્ટેમ્પ વેન્ડર એસ.એન.મિર્‌ઝા પાસેથી ખરીદાયો હતો.  સ્ટેમ્પ પર લખાયેલ વીલને નોટરી કમલેશ મોદીએ પણ ૨૦૧૨માં જ નોટ રાઇઝ કર્‌યું હોવાનો ઉલ્લેખ છે. જો કે આ અંગે સતિષ પટેલના વકીલ ઇશ્વરભાઇ મિસ્ત્રીએ ટ્રેજરી ઓફિસમાંથી માહિતી મેળવતા તેઓ ચોકી ઉઠ્‌યા હતા. ટ્રેજરી ઓફિસના રેકર્‌ડ પ્રમાણે ૧૧-૧૧-૨૦૧૬ના રોજ સ્ટેમ્પ વેન્ડર એસ.એન. મિર્‌ઝાને એ વાય-૧૧૬૨૫૯ થી એ વાય-૧૧૬૩૫૮ સુધીના રુપિયા ૧૦૦ ના ૧૦૦ સ્ટેમ્પ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. વીલમાં આ નંબરો માનો જ એક સ્ટેમ્પ નંબર એ વાય-૧૧૬૩૧૬ વપરાયો હતો. અને તેના પર જ નોટરી કમલેશ ઝેડ. મોદીએ પણ પાછળ તારીખ એટલે કે ૨૦૧૬ના સ્ટેપ પેપર ઉપર ખોટી રીતે ૨૦૧૨ની સાલ મારી નોટરાઇઝ કર્‌યું હતું. આમ ૨૦૧૬ના સ્ટેપ પેપર ઉપર ખોટી રીતે ૨૦૧૨નું વીલ બનાવયું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપ

બોગસ વીલ બનાવવાના કેસમાં પુરાવાઓ હોવા છતાં અને ફરીયાદ દાખલ થઇ હોવા છતાં પોલીસ આરોપીઓને છાવરવાના ઇરાદે તેમની ધરપકડ ન કરતી હોવાની ફરીયાદ સતિષભાઇ પટેલે ઉઠાવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY