ભાજપ સરકાર ખેડૂતોનું દેવું માફ કરે, નહીં તો પ્રજા સાફ કરશે  પરેશ ધાનાણી

0
7

અમદાવાદ,તા.૨૫
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવાની અપીલ કરી છે. સાથે સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જા ભાજપની સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે તો આગામી ચૂંટણીમાં ગરીબ પ્રજા અને ખેડૂતો સરકારને સાફ કરશે.
ધાનાણીએ જણાવ્યું કે, ભાજપના સાશનમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં વધારો થયો છે. ખેડૂતોનાં મોત મામલે સરકારે શ્વેતપત્ર જાહેર કરવું જાઈએ. આત્મહત્યાના આંકડાની સાચી તપાસ કરવામાં આવે તો ખબર પડશે કે કદાચ દેશમાં સૌથી વધારે આપઘાત ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે.”
ધાનાણીએ વધુમાં જણાવ્યુ કે, “સરકારે વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૩-૧૪ થી ૨૦૧૭-૧૮ સુધી ૧,૦૮,૧૧૬ લોકોએ આત્મહત્યા કરી છે અથવા તેમના આકસ્મિક મોત થયા છે. સરકારે આ લોકોની તપાસ કરવી જાઈએ કે તેઓ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે. સરકારે ખેડૂતોના આપઘાતને આકÂસ્મક મોતમાં ખપાવી રહી છે. આ મામલે સરકાર શ્વેતપત્ર બહાર પાડે. ભાજપની સરકારમાં કૃષિની બજેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જગતનો તાત આજે પાણી માટે વલખા મારે છે. જા સરકાર દેવા માફી નહીં કરે તો આગામી ચૂંટણીમાં પ્રજા બીજેપીના સાફ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY