સુરતમાં ૨૧ શહીદોના પરિવારોને રૂ.૩-૩ લાખના સહાય ચેક અર્પણ

0
13

જય જવાન નાગરિક સમિતિ દ્વારા
સીમાડામાં વિરાટ મેદની વચ્ચે સમર્પણ ગૌરવ સમારંભ યોજાયો
સુરત, તા.૧૩
દેશની રક્ષા કરતા વીર જવાનોના પરિવારને દર વર્ષે શૌર્ય સહાય અર્પણ કરીને જય જવાન નાગરિક સમિતિ દેશભક્તિની અનોખી મશાલ પ્રજ્જવલિત કરી હતી. સમર્પણ ગૌરવ સમારોહમાં શહીદો પર સહાયનો ધોધ વરસ્યો હતો. શહીદોના ૨૧ પરિવારને ત્રણ ત્રણ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બ્રિગેડિયર અજીતસિંહ, કર્નલ કુલદીપ સાયગલ, કર્નલ પ્રકાશ વ્યાસ, મેજર નિતિનકુમાર, બ્રિગેડીયર બીએસ મહેતા સહિતના મહેમાનો હાજર રહ્ના હતા. સમિતિ દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં ૪.૩૧ કરોડ સહાય અર્પણ કરવામાં આવી છે.
જય જવાન નાગરિક સમિતિ દ્વારા રવિવારે રાત્રે સીમાડામાં વ્રજ ચોકમાં હરિકૃષ્ણ કેમ્પસમાં સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. હવે બીજા ૨૧ શહીદ પરિવારને ત્રણ-ત્રણ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટી કાનજી ભાલાળાના જણાવ્યા અનુસાર મેજર વિભૂતિ શંકર, અમનકુમારï, ચિત્રેશસિંઘ, તુમેશ્વર રામ, નિનાદ માન્દવગને, પિન્ટુકુમાર, બલજીતસિંઘ, ઇશરાર ખાન, બિપુલ બોરાહ, શશીકાંત તિવારી, સિદ્ધાર્થ નેગી, સલીમ રામક્રિષ્ના, હરીશચંદ્ર પાલ, પરમાર ધનરાજસિંહ, અશ્વિન માંડાણાના પરિજનોનું સન્માન સાથે શૌર્ય સહાય અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતના શહીદ પરમાર ધનરાજસિંહ, અશ્વિન માંડાણી, કેતન સોલંકી, દિલીપસિંહ ગોહિલ, અમિતકુમાર ત્રિવેદી, પરેશ બાંભણીયા, હેમરાજકુમાર ચુડાસમા, જિતેન્દ્ર સોલંકીના પરિવારને ત્રણ લાખ સહાય આપવામાં આવી હતી. ૨૦ વર્ષથી ચાલતી આ પ્રવૃત્તિમાં ૨૭૭ પરિવારોને રૂ.૪,૩૧,૮૪૦૦૦ સહાય આપવામાં આવી છે. કાર્યક્રમમાં ૧૦ હજારથી વધુ જનમેદની એકત્ર થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY