નગરપાલિકા દ્વારા માટી નખાતા પરિસ્થિતિમાં સુધારો
અંકલેશ્વર, તા.૧૮
અંકલેશ્વર અોએનજીસી ઓફિસ સંકુલ સામેના માર્ગ પર રાત્રિ દરમિયાન કોઈક ભારે વાહનમાંથી ચીકણો પદાર્થ ઢોળાતા માર્ગ લપસણી બની ગયો હતો.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ઓએનજીસી વહીવટી સંકુલની બિલકુલ સામેના માર્ગ પર મોડી રાત્રિ બાદ વહેલી સવાર દરમિયાન કોઈપણ સમયે કોઈક અજાણ્યા ભારે વાહનમાંથી કોઈક પ્રકારનો ચીકણો પદાર્થ મોટી માત્રામાં ઢોળાયો હતો. જાકે આ ઘટનાથી અજાણ અનેક વાહન ચાલકો આના લીધે તકલીફનો ભોગ બન્યા હતા. રસ્તો ચીકણો થઈ જતા કેટલાક ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈ જવાની દુર્ઘટના પણ બની હતી.ફોર વ્હીલ ચાલકો પણ અટવાઈ ગયા હતા. સદ્નસીબે કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી. પરંતુ સ્લીપ થનાર વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ થવાના અહેવાલ મળ્યા છે.
આ અંગે છેવટે કોઈકે અંકલેશ્વર નગરપાલિકાને જાણ કરાતાં સવારે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક જે સ્થળે ચીકણો પદાર્થ ઢોળાયો હતો. એના પર માટી નાંખી જેસીબીથી માટીનો થર બનાવી દેવાયો હતો. જાકે આ ઘટનાના લીધે સવારના ટ્રાફિક પર અસર જાવા મળી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા તથા સ્ટાફ તેમજ ઓએનજીસીનાં સિક્યુરિટી સ્ટાફે પૂર્વવત કર્યો હતો. જાકે આ પદાર્થ કયો હતો અને કયા વાહનમાંથી ઢોળાયો હતો. એ જાણવા મળે એ પહેલાં જ માટી પાથરી દેવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




