રાજદ્રોહના ગુનાની મુદ્દત પર અલ્પેશ કથીરિયાને કોર્ટ સમક્ષ હાજર નહીં કરાયો

0
4

સુરત, તા.૨
પાટીદાર આંદોલન દરમિયાન અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા રાજદ્રોહના ગુનાની મુદ્દત પર લાજપોર જેલમાં રહેતા અલ્પેશ કથીરિયાને લાજપોર જેલમાંથી પોલીસ બંદોબસ્ત નહીં મળતા તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં નહીં આવતા વધુ સુનાવણી ૧૬મી માર્ચના રોજ રાખવાનો અદાલતે હુકમ કર્યો હોવાનું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે પાટીદાર આંદોલન દરમિયાન મોટા વરાછાની ક્રિષ્ણા રેસિડેન્સી ખાતે રહેતા વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને ત્યાં જઈને પોલીસ વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. અમરોલી પોલીસ મથકમાં તાત્કાલિક ડીસીપી મકરંદ ચૌહાણે હાર્દિક સહિત અન્ય આરોપીઓ સામે રાજદ્રોહના ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં અલ્પેશ કથીરિયાની ડીસીબી દ્વારા ધરપકડ કરાયા બાદ તેને જામીન મુકત પણ કરવામાં આવ્યો હતો. પરંતુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરતા ડીસીબી દ્વારા તેના જામીન રદ માટેની એક અરજી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. સુરત કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. ત્યારબાદ લાજપોર જેલમાં મોકલી લેવાયેલા અલપેશ કથીરિયાની આજે રાજદ્રોહના ગુનાની મુદ્દત હતી પરંતુ લાજપોર જેલમાંથી પોલીસ જાપ્તા ન મળતા તેને હાજર કરી શકાયો ન હતો. વધુ સુનાવણી ૧૬મી માર્ચના રોજ હાથ ધરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY