ડાયમંડ ચિલ્ડ્રન્સ થિયેટરમાં કાર્યક્રમનું આયોજન
અંકલેશ્વર, તા.૧૮
અંકલેશ્વર ખાતે શ્રોફ રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી એસઆરઆઈસીટી દ્વારા રવિવારનાં રોજ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે.
એસઆરઆઈસીટી ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી જીટીયુ અંતર્ગત આવતી તમામ કોલેજીસમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે તથા અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ એસઆરઆઈસીટીમાંથી ઉત્તીર્ણ થયા છે. એસઆરઆઈસીટી દ્વારા રવિવાર તા.૧૯મીના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન ડાયમંડ ચિલ્ડ્રન્સ થિયેટર ખાતે લક્ષ્ય શીર્ષક હેઠળ માર્ગદર્શન પરિસંવાદનું આયોજન કરાયું છે. જેમાં ડો. અપૂર્વ રાવલ શાહ ઉપસ્થિત રહી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી શું કરવું પ્રવેશ પ્રક્રિયા તેમજ પ્લેસમેન્ટ ઓપ્શન જેવાં વિષય પર મહત્ત્વનું માર્ગદર્શન આપશે. એસઆરઆઈસીટી દ્વારા વિદ્યાર્થીઅોને આ સેમિનારનો લાભ લેવા અપીલ કરાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



