સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મફત હ્રદય રોગ ચેકઅપ કેમ્પ યોજાશે.

0
168

આ કેમ્પ માં હ્રદય રોગના નિષ્ણાત તબીબો અને ઇકોકાડિઁયોગ્રાફી જેવા આધુનિક ઉપકરણોથી દદીઁઓની તપાસણી કરાશે,જેની તડામાર તૈયારીઓ શરૂ કરાય રહી છે..
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર અને ફ્રેન્ડસ કલ્બ નેત્રગ ધ્વારા આગામી ૨૫,ફેબ્રુઆરી ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦ કલાકે મફત હ્રદય રોગ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છાતીમાં દુખાવો,શ્વાસ લેવામાં તકલીફ,હ્રદયમાં કાણું હોવું,એન્જીયોગ્રાફી,એન્જીયોપ્લાસ્ટી અને બાયપાસ થયેલા દદીઁઓ સહિત હાથ કે પગની બ્લોક થયેલી નળીઓની તપાસણી કરી જરૂરી સારવાર કરી આપવામાં આવનાર છે,જેમાં ઇકોકાડિઁયોગ્રાફી જેવા આધુનિક ઉપકરણ સહિત હ્રદય રોગના નિષ્ણાત તબીબ ડો.રાજીવ ખરવર સહિત ની ટીમ ખડેપગે દદીઁઓની સારવાર માટે ઉપસ્થિત રહેનાર છે.જેનો લાભ લેવા દર્દીઓને વિનંતી કરાઈ છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY