ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮
સંઘ નેતાઓને મેં નજીકથી જાયા,આ સંગઠન આતંકી કે નક્સવાદી નથી
અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જીદ વિવાદ મામલે યોગ ગુરૂ બાબા રામદેવે મહત્વનું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યું કે, અયોધ્યામાં વિવાદિત ભૂમિનો ઉકેલ કોર્ટ બહાર લાવવા સંભવ નથી. જાકે
બાબા રામદેવે શ્રી શ્રી રવિશંકર મહારાજના પ્રયાસોનો વખાણ પણ કર્યા. શ્રી શ્રી રવિશંકર મહારાજ અયોધ્યા વિવાદને કોર્ટની બહાર ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અગાઉ તેમણે આર.એસ.એસ.ના વખાણ કરતા કહ્યું હતુ કે, આર.એસ.એસ.ના નેતાઓને મેં નજીકથી જાયાછે. આ સંગઠન આતંકવાદી કે નકસલવાદી નથી. ૫રંતુ દેશહિતમાં કામ કરતી રાષ્ટવાદી સંસ્થા છે. ૫તંજલિ દ્વારા દેશભરમાંથી એક લાખથી વધુ લોકોને રોજગારી આપી હોવાનો દાવો ૫ણ તેમણે કર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"