અંકલેશ્વરમાં હસ્તિ તળાવ પાસે બાળકને સાત મહિના ગોંધી રાખતી મહિલા અપહરણકાર ઝડપાઇ.

0
530

મહિલા અપહરણકારના ઘરેથી ડી.વાય.એસ.પી.કચેરી ફક્ત 200 મીટર અને સીટી પોલીસ સ્ટેશન એક કિલોમીટરના અંતરે આવેલ છે.

અંકલેશ્વર:
અંકલેશ્વર ખાતે છેલ્લા એક મહીનામા સગીર વયના બાળકો સાથે ગુનો કરાયો હોય તેવા બનાવો ઉપરા-છાપરી બનવા પામ્યા છે, જેમ કે અંકલેશ્વર નજીક સગીર વયની કિશોરી પર થયેલ બળત્કાર ત્યાર બાદ સાવાકી માતા ધ્વારા સગીર પુત્ર સાથે અશ્લીલ ચેનચારા, બાદ હાલમા વધુ એક ચોંકવાનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં છેલ્લા સાત માસથી એક મહિલાએ બાળકને ગોંધી રાખ્યો હોવાનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળકને રૂ.૧૦ની લાલચ આપી અપહરણ કરાયું હતું. અંકલેશ્વર સી.ટી પો.સ્ટેના સુત્રોના જણાવ્યા અનુસાર ગત તારિખ ૧૫-૦૯-૨૦૧૭ ના રોજ અંકલેશ્વરના સંજય નગરમા રહેતો  કતિરામ રામાશાંકર પાશવાન એ પોલીસ મથક ખાતે ફરીયાદ આપી હતી કે તેમનો પુત્ર મોહીત ઉ.વ ૮ ઘરેથી રમવા માટે ગયો હતો. ત્યારબાદ મોડી રાત્રી સુધી ઘરે પરત ન આવતા તેના પિતાએ તા. ૧૬-૦૯-૨૦૧૭ ના રોજ પુત્ર મોહીત ગુમ થયા હોવાની  સીટી પો.સ્ટે મા ફરિયાદ આપી હતી. જો કે પિતાએ શંકા પણ વ્યક્ત કરી હતી કે તેમના પુત્ર મોહીતનુ કદાચ અપહરણ કરવામા આવ્યુ હોઈ શકે જે દિશામા પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમ્યાન સાત માસના સમય વીતી ગયા બાદ આજ-રોજ  તા.૧૬-૦૩-૨૦૧૮ ના રોજ અંકલેશ્વરના સંજયનગર ખાતે મોહીત રહસ્યમય સંજોગોમા મળી આવ્યો હતો તેથી મોહીતને અંકલેશ્વરના સીટી.પો.સ્ટે ખાતે લઈ જવાયો હતો. જ્યાં તપાસ દરમ્યાન ચોંકવનારી એવી વિગત જાણવા મળી હતી કે અંકલેશ્વરના હસ્તીતળાવ બાબાની ચાલ પાસેની રહેતી રશીદા ઈબ્રાહીમ આદમ મુન્શી રૂ.૧૦ ની લાલચ આપી મોહીતને લઈ ગયા હોવાનુ હાલ તુરંત જાણવ્યા મળેલ છે. જો કે આ બનાવની તપાસ દરમ્યાન મોટી વિગતો બહાર આવે તેવી પુરે પુરી સંભાવના છે હાલ સીટી પો.સ્ટે અંકલેશ્વર આ બનાવની તપાસ કરી રહી છે. જોકે ચોંકાવનારી વધુ એક માહિતી મળી હતી કે આ મહિલા અપહરણકારના ઘરેથી ડી.વાય.એસ.પી. કચેરી ફક્ત 200 મીટરના અંતરે અને સીટી પોલીસ સ્ટેશન એક કિલોમીટરના અંતરે આવેલ છે. આ મહિલા છેલ્લા સાત મહિનાથી આ બાળકને અપહરણ કરી પોતાની પાસે રાખી મુક્તપણે રહી પ્રાઈવેટ જગ્યાએ નોકરી પણ કરી રહી હતી. જેથી પોલીસની કામગીરી સામે પણ પ્રશ્ન ઉભો થવા પામેં છે તેવી લોકચર્ચા ચાલી હતી. બાળકના જણાવ્યા અનુસાર તેની દ્વારા અપહરણ કર્યા બાદ મોહીનને તેના ઘરમાં ગોંધી મારમારી ને કાચ પાછળ છુપાવી રાખ્યો હતો જ્યાંથી આ હિંમતવાન બાળક કાચ તોડી તક મળતા ભાગી છૂટવામાં સફળ થયો હતો. ત્યારબાદ ઘર બહાર આવી બાળકે હોબાળો મચાવતા આસપાસના જાગૃત રહીશો દ્વારા પોલીસને જાણ કરાતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.

જોકે આવી જ રીતે અસંખ્ય બાળકો ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયેલી છે. અને જો આવી અન્ય કડી પોલીસને હાથે લાગે તો આવા ગુમ થયેલા અસંખ્ય બાળકોનો પતો મળી શકે છે. અને આવા અપહરણકારોને કાયદાનો સખત કોયડો વીંજવો રહ્યો જેથી સમાજમાં એક ઉદાહરણ પ્રસ્તાપિત થાય અને આવનાર સમયે બાળકો ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે ઓછી નોંધાય. સાથે જ બાળકો મુક્તપણે કોઈ પણ સ્થળે હરીફરી શકે અને રમી શકે જેથી વાલીઓને પણ પોતાના બાળકોની ચિંતા ઓછી રહે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY