પાનોલીનું આદિવાસી ફળિયું આજે પણ પાણી માટે વલખા મારે છે?

0
120

અંકલેશ્વર:
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના પાાાછળળનોલી ગામના આદિવાસી ફળિયામાં આદિવાસી સમુદાય મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય જે વિસ્તારોમાં છેલ્લાં ૬૦ વર્ષોથી પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. આ અંગે આદિવાસી અગ્રણીઓએ પાણી માટે ગુજરાત સરકાર નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ તેમજ કલેકટર ભરુચ, તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વર તેમજ દેશના રાષ્ટ્રપતિને પણ પાણી માટે રજૂઆત કરી છે, પરંતુ કોઈપણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. આ વિસ્તારમાં નાના-મોટા મળીને ૨૦૦૦ જેટલા આદિવાસી મહિલા બાળકો તેમજ પુરૂષો વસવાટ કરે છે, જેથી આજરોજ મામલતદાર અંકલેશ્વરને આદિવાસી સમાજ વિકાસ મંડળ દ્વારા પત્ર આપવામાં આવ્યો હતો, મામલતદારને આ અંગે જણાવ્યું હતું કે છેલ્લાં બે વરસથી ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને પત્ર લખીને પાણીની લાઈન ની મંજૂરી રેલવે ખાતા પાસેથી માંગી છે, રેલવે ખાતા દ્વારા મંજૂરી મળતાં આ વિસ્તારને પાણીમાં મળી જશે, આમ સરપંચને જણાવ્યું હતું પરંતુ ભરૂચ જિલ્લો વિકાસની હરણફાળમાં આગળ હોય ત્યારે ત્યારે આવા નાનકડા ગામને પાણીથી ઝઝૂમવું પડે એ આશ્ચર્યચકિત વાત છે. મોટી મોટી વાતો કરનાર નેતાઓ આવા મુદ્દે ચૂપકીદી સેવી રહ્યા છે આદિવાસીઓને વર્ષોથી થતો અન્યાય સામે આદિવાસી સુરક્ષા મંડળે આવેદન આપ્યું હતું.
રિપોર્ટર: પ્રવિણ મિસાલ, અંકલેશ્વર.
મો. ૯૩૨૮૯ ૬૧૨૦૧.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY