અંકલેશ્વર મીરાનગરની નહેર માંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા તર્કવિતર્ક

0
265

પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ભરૂચ,
અંકલેશ્વરમાં પરપ્રાંતીય વસ્તી ધરાવતા મીરાનગરની નહેરનાં પાણી માંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો,જે અંગેની જાણ સ્થાનિકો દ્વારા જીઆઇડીસી પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને અજાણી યુવતીનો મૃતદેહ નહેરનાં પાણી માંથી બહાર કાઢીને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.
જીઆઇડીસી પોલીસે અજાણી યુવતીનાં મૃતદેહનું રહસ્ય ઉકેલવા માટે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી,અને તેણીની ઓળખવિધિનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY