હાજી પીરની જમીનોમાં થયેલા તમામ ફેરફાર નોંધ રદ્દ કરવા આદેશ

0
10

અંકલેશ્વરના કાપોદરાની જમીન વિવાદ કેસમાં કોર્ટનો ચુકાદો
અંકલેશ્વર, તા.૨૦
અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની હાજી પીરની જમીનોના થયેલા વેચાણ અંગે અંકલેશ્વર સિવિલ કોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.
કાપોદરા ગામે સર્વે નંબર ૪૯, ૧૩૦ અને ૧૩૭માં હાજી પીરની જમીન આવેલી છે. આ જમીનના મુખ્ય વહીવટકર્તા ગુલામ શાહના કેટલાક વારસદારોએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે વાંધા અરજી આપી છે. જેનો ચુકાદો હજુ આવ્યો નથી. બીજી તરફ આ જમીન અંગે અંકલેશ્વરના બીજ સિવિલ જજની કોર્ટમાં તા.૧ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રે.ડી.મુ.૧૬૩/૨૦૧૭ થી વાદી તરીકે અહમદ સઈદ ગુલામ મહંમદ લુલાતના કુલ મુખત્યાર ઝુબેર લુલાતે પીટીશન ફાઈલ કરી હતી અને પ્રતિવાદી તરીકે ૧૪ જેટલા ઈસમો સામે કેસ ચાલ્યો હતો. જેમાં તા.૨૪મી જાન્યુઆરીએ બીજા સિવિલ જજ બિજેન્દ્ર ચંદ્ર ત્રિપાઠીએ ચુકાદો આપીને આ દાવા અરજી રદ્દ કરી છે. સાથે જ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ રૂ.૫૦ હજારનો દંડ કરાયો છે અને દરેક પ્રતિવાદીને રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટ તરફથી ભરૂચ જિલ્લા કલેક્ટરને હુકમ કરાયો છે કે મામલતદાર અંકલેશ્વર અને નાયબ કલેક્ટર અંકલેશ્વરનાઅોએ આ જમીનમાં જે નવી ફેરફાર નોંધ પાડી છે તે રદ્દ કરી જમીન મૂળ હાજીપીર દેવસ્થાનના નામે એન્ટ્રી કરવામાં આવે અને દાવા વાળી મિલ્કત બાબતે કરાયેલી એન્ટ્રીઓની ઈન્કવાયરી કરી તેમાં તમામ કસૂરવારો સામે ઉચિત કાર્યવાહી કરી ૩૦ દિવસમાં કોર્ટમાં જાણ કરવામાં પણ જણાવાયું છે. આ ઉપરાંત જા વાદી-પ્રતિવાદીઓ દંડની રકમ કોર્ટમાં જમા ન કરાવે તો બે મહિનામાં રેવન્યુ રાહે વસૂલી કરી કોર્ટમાં જમા કરાવવા આદેશ કરાયા છે.
કોર્ટના આ ચુકાદાના પગલે કાપોદરા ગામે હાજી પીરની ખેતીની જમીનોનું બારોબાર વેચાણ કરનારા તેમજ જમીનોના દસ્તાવેજ કરનારા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ચુકાદાનાં પગલે હાજીપીરની જમીન ખેતીની હોવા છતાં બિનખેતીમાં ફેરફાર થયેલી નથી અને એથી એના પર થયેલા બાંધકામો ગેરકાયદેસર અને સરકારી વિભાગની પરવાની વિના કરાયા હોવાનું માની શકાય. આ અંગે આગામી દિવસોમાં વાદી પ્રતિવાદીઓ શું પગલાં લે છે અને જિલ્લા વહીવટી તંત્ર શું પગલાં લે છે એ જોવું રહ્નાં!!

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY