અંકલેશ્વર, તા.૨
અંકલેશ્વર સ્થિત લુપીન હ્નામન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન-એલએચડબ્લ્યુઆરએફ દ્વારા પાદરા તાલુકાના ચિત્રાલ ગામની સાગર કેળવણી મંડળ સંચાલિત શાળાને વિવિધ પ્રોજેક્ટ માટે સહાય કરી છે.
પાદરા તાલુકાનાં ચિત્રાલ ગામે કાર્યરત શ્રી સાગર વિદ્યાલયને એલએચડબ્લ્યુઆરએફ દ્વારા રૂ.૫ લાખનું અનુદાન શાળાના વર્ગખંડ ઉપરાંત પ્રોજેક્ટર, નવનીત સોફ્ટવેર, તથા કોમ્પ્યુટર સેટ્સ વસાવવા માટે અપાયું છે. લુપીન લિમિટેડ અંકલેશ્વરના વાઈસ પ્રેસિડન્ટ ધનસુખ એમ ગાંધી તથા એલએચડબ્લ્યુઆરએફનાં અન્ય સભ્યોની હાજરીમાં આ અનુદાનનો ચેક શાળા સંચાલકોને સુપરત કર્યો હતો. શાળાના પ્રમુખ-ટ્રસ્ટીએ આ અનુદાન બદલ ધનસુખ ગાંધી તેમજ લુપીન લિમિટેડ અને એલએચડબ્લ્યુઆરએફનો આભાર માન્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



