અંકલેશ્વર, તા.૨
અંકલેશ્વર જીઆઈડીસીમાં ત્રણ સ્થળોએ નવનિર્મિત પે એન્ડ યુઝ શૌચાલયો તૈયાર થઈને લોકાર્પણની રાહ જોતાં ઊભા છે પણ કોઈને સમય નથી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ૧૨૦૦થી વધુ એકમો છે અને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. એક સમયે આટલી મોટી ઔદ્યોગિક વસાહતમાં એક પણ જાહેર શૌચાલય ન હતા. જેને લીધે ગમે ત્યાં લઘુશંકા-ગુરૂશંકા માટે લોકો ઊભા થઈ જતા હતા અને ભારે ગંદકી ફેલાઈ જતી હતી. આ સમસ્યાં નિરાકરણ માટે છેવટે ઉદ્યોગ મંડળ, નોટીફાઈડ એરિયા દ્વારા ત્રણ સ્થળે જાહેર શૌચાલયનાં પ્રોજેક્ટ અંતર્ગત અંકલેશ્વર વાલિયા ચોકડી, એશિયન પેઈન્ટ્સ ચોકડી તથા જીઆઈડીસી પોલીસ મથકની સામે ત્રણ પે એન્ડ યુઝ શૌચાલયોનું નિર્માણકાર્ય સંપૂર્ણ થઈ ગયું છે. પરંતુ એની લોકાર્પણવિધિ હજુ સુધી થઈ નથી. જેના લીધે લોકો માટે હાલ બિનઉપયોગી સાબિત થઈ રહ્ના છે.
એક તરફ દેશભરમાં સ્વચ્છતા મિશનના પડઘમ વાગે છે ત્યારે રોજના હજારો લોકોની અવર જવરથી ધમધમતી ઔદ્યોગિક વસાહતમાં હજુ પણ લોકોએ જાહેરમાં જ હાજતે જવું પડી રહ્નાં છે. નિર્માણકર્તા સંસ્થાઓ આ અંગે વહેલી તકે કોઈક સંચાલક સંસ્થા શોધે અથવા તો પોતે જ લોકાર્પણવિધિ કરી જાહેર શૌચાલયો શરૂ કરાવે એવી વ્યાપક માંગ ઊઠી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



